Team Chabuk-Gujarat Desk: મેગાસીટી અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનનો બનવા બન્યો છે. આ દુર્ઘટના વાહનોથી ધમધમતા ઈસ્કોન બ્રિજ પર બની હતી, જ્યાં એક મહિલાને અજાણ્યા વાહને અડફેટે લીધી હતી. વાહનની અડફેટે આવેલી આ મહિલાનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના સવારના પાંચ વાગ્યાની છે જ્યારે કોઈ અજાણ્યા વાહનની ઠોકરે મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ સમગ્ર ઘટના અંગે ત્યાંના સ્થાનિકે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. અજાણ્યા વાહનની ટક્કરના કારણે મહિલા દસ ફૂટ ઉપર ઉછળી હતી અને પટકાઈ હતી. હિટ એન્ડ રનની ઘટના બન્યા બાદ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસે મહિલાની લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો આ મહિલા કોણ છે? અને હિટ એન્ડ રનનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે અંગેની પોલીસ તપાસ કરી રહી છે.
થોડા મહિના પહેલા જ રાતના સાડા બાર વાગ્યાની આસપાસ શિવરંજની પાસે ફૂટપાથ પર સૂતેલા લોકો પર એક યુવકે કાર ચડાવી દીધી હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો આ અગાઉ હિટ એન્ડ રનનો પર્યાય બની ચૂકેલો વિસ્મય અમિત કુમાર શાહનો કેસ પણ સૌની આંખો સામે જ છે. આમ છતાં કેટલાક ડ્રાઈવરો જ્યારે રસ્તા પર કોઈ નથી હોતું ત્યારે માતેલા સાંઢની જેમ કાર ચલાવી નિર્દોષને કચડી નાખે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત