Homeગામનાં ચોરેપાંચથી સાત જાન્યુઆરી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આટલા જિલ્લાઓમાં કમોસમી વરસાદ...

પાંચથી સાત જાન્યુઆરી વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આટલા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે

Team Chabuk-Gujarat Desk: છેલ્લા બે વર્ષથી ભારતમાં મિશ્રિત વાતાવરણની ઋતુ બની ગઈ હોય એવું લાગે છે. વાવાઝોડાના આગમનની સાથે ઉનાળા અને શિયાળામાં પણ સિઝન વિનાનો વરસાદ ખાબકી પડે છે. હાલમાં જ શિયાળામાં ત્રેવડી ઋતુનો માર જોવા મળ્યો હતો. જ્યાં રાતના ક્યારે વરસાદ પડી જાય ખબર ન પડે, સવારમાં ઠંડી અને બપોર થતાં ઉનાળાની બજાર ગરમ હોય. હવે ફરી એક વખત કમોસમી વરસાદની એંધાણી વર્તાય રહી છે. આવનારા બેથી ત્રણ દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં શિયાળાની ઠંડીનો પ્રકોપ ઘટવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એવામાં 5મી જાન્યુઆરીની તારીખે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની હેલી પણ આવી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચથી સાત જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર પોરબંદર, જામનગર, દ્વારકા, અને મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છમાં ઝાપટાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા ને મહેસાણામાં પણ હળવા છાંટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સોમવારના રોજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આરંભ થતા, ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ઠંડીનું જોર નબળું પડ્યું હતું જ્યારે દસથી અગિયાર વાગતાની વચ્ચે તડાકાનો અહેસાસ થવા લાગતો હતો. એવામાં મહાનગર અમદાવાદ સહિત ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

કમોસમી વરસાદના કારણે જ્યાં વરસાદ નહીં પડે ત્યાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગની એજન્સી ક્લાયમેન્ટના જણાવ્યા અનુસાર રાબેતા મુજબ આઠમી જાન્યુઆરીથી તાપમાન સામાન્ય થઈ જશે. કમોસમી વરસાદના કારણે રાત્રિ દરમ્યાન તાપમાન 4થી 5 ડિગ્રી સેલ્સિયસ રહેશે. બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ ફરી અદ્ધર થઈ ગયા છે. દર એકાદ મહિના પછી તેમના માટે આવી સ્થિતનું સર્જન થઈ જાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments