Homeગુર્જર નગરીપત્ની અને સાસુએ કહ્યું, ‘કમાવાની તાકાત ન હોય તો મરી જા’ ને...

પત્ની અને સાસુએ કહ્યું, ‘કમાવાની તાકાત ન હોય તો મરી જા’ ને યુવકે આત્મહત્યા કરી લીધી

Team Chabuk Gujarat : અમદાવાદમાં વધુ એક વખત આત્મહત્યાની ચોંકાવનારી ઘટના બની છે. શહેરના નરોડા વિસ્તારમાં એક યુવકે ગળેફાંસો લગાવી જીવન ટુંકાવી લીધું. આ મામલે યુવકની સાસુ અને તેની પત્ની વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.

સ્થળઃ અમદાવાદ, નરોડા
આરોપી નંબર 1- પ્રિયા ઉર્ફે સૂફિયા, પત્ની
આરોપી નંબર 2- શિલ્પી, સાસુ
આરોપ- આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવી
મૃતકનું નામ- અનિલ

અમદાવાદના નરોડાના સંકલ્પ સિટીની આ ઘટના છે. આરોપ છે કે, અનિલ નામના યુવકે એટલાં માટે જીવન ટુંકાવી લીધું કારણ કે યુવકને તેની પત્ની અને સાસુનો ત્રાસ હતો. વારંવાર રૂપિયાની બાબતે ઝઘડો થતો. એકધારા ઝઘડાથી યુવક કંટાળી ગયા હતો અને આખરે મોતને વ્હાલુ કરવાનું નક્કી કર્યું હતું. આ તમામ બાબતો પોલીસ તપાસમા સામે આવી છે. પોલીસ તપાસમાં એક ઓડિયો ક્લીપ મળી છે. જેમા અનિલ પોતાની માસીને સંબોધીને સમગ્ર મામલે અવગત કરી રહ્યો છે. પોતાની આપવીતિ સંભળાવી રહ્યો છે. થોડા મહિના અગાઉ અનિલે એક વોઈસ રેકોર્ડ કરીને તેની માસીને મોકલ્યો હતો.

શું હતો મેસેજ ?

“હું અનિલ પંડ્યા બોલુ છું. આજથી મને કંઈ પણ થાય તો તેની જવાબદારી મારી પત્નીની છે. મારી પત્ની અને સાસુ મને પૈસા કમાવવા માટે દબાણ કરી રહ્યા છે. તેઓ મને કહે છે કે કમાવાની તાકાત ન હોય તો મરી જા.” આ ઓડિયો ક્લીપ અનિલની માસીએ જ પોલીસને આપી છે.

આરોપ છે કે, બે મહિના પહેલાં અનિલની સાસુએ રૂપિયા માગ્યા હતા. જો કે, અનિલે સાસુને રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. આ સમયે તેની પત્ની પણ સાથે જ હતી. રૂપિયા આપવાનો ઈનકાર કરતા પત્ની ઉશ્કેરાઈ હતી. ઉગ્ર બોલાચાલી થઈ હતી. એટલું જ નહીં એવો પણ આરોપ છે કે, આ સમયે પત્નીએ અનિલને સાણસીથી માર પણ માર્યો હતો.

અનિલ થોડા વર્ષો પહેલાં જ પ્રિયા ઉર્ફે સુફિયા નામની યુવતિને મળ્યો હતો. બંનેની આંખ મળી ગયા બાદ પાંચ વર્ષ પહેલાં તેણે પ્રિયા ઉર્ફે સુફિયા સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તે તેની પત્ની સાથે અલગ જ રહેતો હતો. જાણવા મળ્યું છે કે, એક મહિના પહેલાં જ અનિલ નરોડામાં દેવનંદન સંકલ્પ સિટીમાં રહેવા આવ્યો હતો.

અનિલ ગાડીઓ સીઝ કરવાનું કામ કરતો હતો. અનિલના પરિવારમાં તેના પિતા છે. જે હાલ નિવૃત જીવન ગુજારી રહ્યા છે. તેમણે જ પુત્રવધુ અને વેવાણ સમે ફરિયાદ નોંધાવી છે. પુત્રના આપઘાતના કારણે તેઓ પણ શોકમાં ગરકાવ છે. આ ઉપરાંત જે માસીને તેણે ઓડિયો ક્લીપ મોકલી હતી તેઓએ પણ અનિલને ન્યાય અપાવવાની માગણી કરી છે.

હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે અનિલની પત્ની અને તેની સાસુની ધરપકડ કરી લેવાઈ છે. આમ, બંને મા-દીકરીને રૂપિયાની લાલચ ભારે પડી છે. પત્નીએ તેનો આધાર સમાન જીવનસાથી ગુમાવ્યો છે. તો સાસુએ જમાઈ. હવે બંને જેલના સળિયા ગણી રહી છે અને જેલનું જ ભોજન કરવાનો વારો આવ્યો છે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments