Team Chabuk-National Desk : દેશમાં ફરી એકવાર ખજાનો મળ્યાની વાત વહેતી થઈ છે. વાત વહેતી થતાં જ લોકો કામ ધંધો મુકીને ખજાનાની શોધમાં લાગી ગયા છે. બાળકો, મહિલાઓ, પુરૂષો તમામ લોકો એ જગ્યાએ ઉમટી પડ્યા છે જ્યાંથી ખજાનો મળી આવ્યો છે.
વાત છે મધ્યપ્રદેશના શિવપુરા અને ગુરૂડપુરા ગામના લોકોની. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં પાર્વતી નદીના કિનારે ગામના લોકોની ભીડ એકઠી થઈ છે. અહીં લોકો સોના અને ચાંદીના સિક્કાની શોધ કરી રહ્યા છે. છેલ્લા પાંચ-સાત દિવસથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોનો નદી કિનારે જમાવડો થયો છે. ખોદકામ માટે લોકોના હાથમાં ત્રિકમ, પાવડો કે અન્ય વસ્તુ આવી તે લઈને આવી ગયા છે. જેમના હાથમાં કંઈ નથી તેઓ પોતાના હાથ વડે જ નદીની રેતીને ફંફોસી રહ્યા છે. એ આશામાં ખાડો ખોદી રહ્યા છે કે ખજાનો તેમના હાથમાં લાગી જશે અને પોતે માલા-માલ થઈ જશે.
Madhya Pradesh: People are thronging Shivpura and Garudpura villages in Rajgarh district to dig mud in Parvati river in search of gold and silver coins.
— ANI (@ANI) January 11, 2021
"Eight days back, some fishermen found some coins here. Since then, people are coming here," says a local. (10.01.2021) pic.twitter.com/NkYWS3lJGx
એક સ્થાનિક નાગરિકે આ અંગે જણાવ્યું કે, કેટલાક દિવસો પહેલાં આ જગ્યાએથી કેટલાક માછીમારોને સોનાના સિક્કા મળ્યા હતા. આ વાત ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને લોકો કામ ધંધો છોડીને નદી કિનારે આવી ગયા હતા. એક સગીરે દાવો કર્યો કે તેના પિતાને આ જગ્યાએથી ચાંદીના સિક્કા મળ્યા છે. જે બાદ હું સતત નદી કિનારે ખોદકામ કરી રહ્યો છું. તેનો દાવો છે કે પાર્વતી નદીમાં સોના અને ચાંદીના સિક્કાઓ છે.
આસપાસના અન્ય બે વ્યક્તિને પણ આ સ્થળેથી સોના અને ચાંદીના સિક્કા મળ્યા હોવાનો દાવો છે. દાવો છે કે, અહમદપુરમાં રહેતા શિવનારાયણ નામના યુવકને તેમજ આદમપુરમાં રહેતા દિનેશ તેમજ બીજુખેડી ગામના એક યુવાનને પણ આ જગ્યાએથી સોના-ચાંદીના સિક્કા મળ્યા છે. અન્ય એક યુવકે દાવો કર્યો છે કે, તેને નદીમાં ખોદકામ દરમિયાન ચાંદી અને તાંબાના સિક્કા મળ્યા છે.
જ્યારથી ખજાનો હોવાની વાત વહેતી થઈ છે ત્યારથી લોકો અહીં વહેલી સવારથી જ આવી જાય છે અને સવારથી જ માટીનું ખોદકામમાં લાગી જાય છે. પાર્વતી નદી કિનારે સતત ચાર દિવસથી આવતા બે લોકોએ આ અંગે કહ્યું કે, અમે સતત ચાર દિવસથી સવારથી સાંજ સુધી ખોદકામ કરી રહ્યા છીએ જો કે, અમને આ સમથળેથી એક પણ તાંબા, ચાંદી કે સોનાનો સિક્કો મળ્યો નથી.
નદીમાંથી સિક્કા મળવાની વાતને તંત્રએ પણ પુષ્ટી કરી છે. સ્થાનિક તંત્રનું કહેવુ છે કે, એવું નથી કે નદી કિનારેથી બહુ બધા સિક્કા મળ્યા હોય. આ જગ્યાએથી થોડા સિક્કા મળ્યા છે. તંત્રનું કહેવું છે કે, એવું કહી ન શકાય કે આ સિક્કાઓ મળવાથી અહીં ખજાનો હોઈ શકે. એવું પણ હોઈ શકે કે કોઈએ પરંપરાના કારણે થોડા સિક્કા નદીમાં નાખ્યા હોઈ શકે. જોકે, ભીડ વધુ હોવાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે પોલીસતંત્ર અલર્ટ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત