Homeગુર્જર નગરીઅમદાવાદ: ‘ઘરમાં કામ છે.’ કહી પાડોશી મહિલાએ યુવતીને બોલાવી અને પતિએ દુષ્કર્મ...

અમદાવાદ: ‘ઘરમાં કામ છે.’ કહી પાડોશી મહિલાએ યુવતીને બોલાવી અને પતિએ દુષ્કર્મ આચર્યું

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક કલંકિત કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સ્ત્રી જ બીજી સ્ત્રીની વેરી બની છે. આ સ્ત્રીએ પહેલા તો વીસ વર્ષીય યુવતીને પોતાના ઘરમાં કોઈ કામ હોવાનું કહી બોલાવી હતી અને બાદમાં તેના પતિ પાસે જ દુષ્કર્મ આચરાવ્યું હતું. હાલ આ સમગ્ર ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

advertisement-1

જેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે તેણીની ઉંમર વીસ વર્ષની છે. તેના પરિવારમાં બે વર્ષનો પુત્ર છે. પતિ મ્યુનિસિપાલિટીમાં કચરાની ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. 11મી સપ્ટેમ્બર 2021ના રોજ સવારના ચાર વાગ્યે યુવતીનો પતિ નોકરી પર ચાલ્યો ગયો હતો.

advertisement-1

આ સમયે પાડોશમાં રહેતી મહિલા વીસ વર્ષીય યુવતીના ઘરે પહોંચી હતી અને તેના ઘરે કોઈ કામ છે, એવું કહી તેને પોતાના ઘરમાં દોરી ગઈ હતી. પહેલો સગ્ગો પાડોશી એમ માની આ યુવતી ઘરમાં તો ગઈ, પણ ત્યાં તેના માટે જાળ પાથરીને રાખેલી હોય તેનો તેને ખ્યાલ નહોતો. સપના જેવી ઘરમાં પ્રવેશી કે પાડોશી મહિલાના પતિએ તેને બાહોપાશમાં જકડી લીધી હતી. યુવતી બુમાબુમ કરવા લાગતા ઓરડીનો દરવાજો બંધ કરી દીધો હતો.

advertisement-1

ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે તે મુજબ, અહીં ત્રણ કલાકથી વધારે સમય સુધી આ પરિણીત યુવતીને ગોંધી રાખવામાં આવી હતી અને તેના પર પાડોશી મહિલાના પતિએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યાં યુવતીનો પતિ નોકરી કરતો હતો ત્યાં જ આ મહિલાનો પતિ સુપરવાઈઝરની સર્વિસ કરતો હતો. બરાડા પાડી છૂટવા મથી રહેલી યુવતીને તેણે ધમકી આપી હતી કે, તારા દીકરાને મારી નાખીશું અને તારા પતિને નોકરીમાંથી કઢાવી મૂકીશું.

advertisement-1

ગભરાયા વગર યુવતીએ પોતાની સાથે જે થયું તેની જાણકારી પોતાના પતિને કરી હતી. જ્યારે પતિ અને પત્ની આ અંગેની વાત પાડોશી મહિલા અને તેના પતિને કરવા ગયા તો અહીં ઉલટો ચોર કોટવાળને દાંટેની સ્થિતિ સર્જાય હતી. અહીં પતિ અને પત્નીએ તેમના સમાજના લોકોને એકત્રિત કરી આ બંને પતિ પત્નીની પિટાઈ કરી ત્યાંથી તગેડી મૂક્યા હતા. વતન દાહોદમાં ગયા તો ત્યાં પણ પરિવારજનો દ્વારા ફરિયાદ ન કરવાનું પરિણીત યુવતીને કહેવામાં આવતું હતું. આખરે પત્નીએ વાડજ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments