Homeગુર્જર નગરીઅમદાવાદ: એક યુવતી સાથે પરાણે સંબંધ બાંધવા યુવકે બાર ઈન્સ્ટાગ્રામ એકાઊન્ટ બનાવ્યા

અમદાવાદ: એક યુવતી સાથે પરાણે સંબંધ બાંધવા યુવકે બાર ઈન્સ્ટાગ્રામ એકાઊન્ટ બનાવ્યા

Team Chabuk-Gujarat Desk: હવે દેશના મોટાભાગનાં કાંડ ઓનલાઈન થઈ રહ્યા છે. ફેસબુક તેમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. દુનિયા ટેક્નોસેવી બની રહી છે અને જેના હાથમાં મોબાઈલ છે તે કંઈ પણ કરી શકે છે. રોજબરોજ સોશિયલ મીડિયાનાં કારણે છેતરપિંડી થયાની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાતી હોય છે. હવે શહેરમાં એક અલગ પ્રકારની ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક આશિક ગમે તે ભોગે એક યુવતીને સંબંધ રાખવા દબાણ કરતો હતો.

સોશિયલ મીડિયા સેવી અને ઈન્સ્ટાગ્રામ યુઝ કરતી લેબ ટેક્નિશિયન યુવતીને એક વ્યક્તિ વારંવાર મેસેજ કરી પરેશાન કરતો હતો. આ કારણે યુવતી ચિંતામાં ગરકાવ થઈ ગઈ હતી. તેણે એ યુવકને તેનું નામ પૂછ્યું હતું. યુવકે પોતાનું નામ અશ્વિન જણાવ્યું હતું. એ બાદ મહિલાને ખ્યાલ આવ્યો કે અગાઉ જ્યારે તે વતનમાં હતી ત્યારે પણ અશ્વિન નામનો યુવક તેને ફોન કરી પજવતો હતો અને પરાણે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.

યુવતીની બાદમાં સગાઈ થઈ ગઈ હતી અને આ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીને હટાવવા માટે તેણે તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. તોપણ યુવતી એ આશિકથી પીછો નહોતી છોડાવી શકી. તેણે બાર જેટલા એકાઊન્ટ બનાવ્યાં હતાં અને દરેક એકાઊન્ટમાંથી યુવતીની પજવણી કરતો હતો. આખરે યુવતીએ આ અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જોકે યુવતીની પજવણીનો આ પહેલો કિસ્સો સામે આવ્યો નથી. અમદાવાદ શહેરમાં જ રહેતી અને આર્કિટેક્ટનો વ્યવસાય કરતી બે બાળકોની માતાને એક નબીરો ફોન કરતો હતો અને ફોનમાં તમે ‘મને ગમો છો બસ, તમારો ફોટો મારી પાસે છે.’ આવી ઊટપટાંગ વાતો કરતો હતો. તો રાજકોટ શહેરમાં પત્નીના મોબાઈલ ફોનમાંથી તેની સ્ત્રી મિત્રોને બિભત્સ સંદેશા મોકલવાનો કિસ્સો પણ હાલમાં જ પ્રકાશમાં આવ્યો હતો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું જાણતા હો તો વરદાન છે નહીં તો એ ઉપયોગકર્તા માટે અને સામેની વ્યક્તિ માટે પણ શ્રાપ જ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments