Team Chabuk-Sports Desk: તાજેતરમાં ક્રિકેટરો તૈયાર કરતી ગુજરાતના ગૌરવ સમાન વડોદરાની કિરણ મોરે ક્રિકેટ એકેડમી દ્વારા બેટરી ટેસ્ટનું આયોજન કરાયું હતું.આ ક્રિકેટ ફન્ડામેન્ટલ બેટરી ટેસ્ટ પાસ કરી હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં સાતમાં ધોરણમાં ભણતા 12 વર્ષીય નાઘેરા ધ્રુવએ કિરણ મોરે ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો છે. વડોદરામાં આવેલા કિરણ મોરે ક્રિકેટ એકેડમી પાસ થઈ ધ્રુવે તક્ષશિલા વિદ્યાલય અને હરણાસા ગામનું ગૌરવ વધાર્યું છે.
સ્પીડ, રનિંગ, કેચિંગ, સ્ટ્રોક પ્લેઈંગ જેવી ટેકનિકમાં સારો સ્કોર મેળવનારા નાઘેરા ધ્રુવે આનંદ સાથે જણાવ્યું કે પોતે સખત મહેનત કરીને ઉમદા ક્રિકેટર બનવાનો પ્રયત્ન કરશે. ધ્રુવના માતા પિતા બન્ને શિક્ષક છે. તેમણે આ તકે જણાવ્યું કે ધ્રુવમાં ક્રિકેટની જબ્બર પોટેન્સિયાલિટી છે જે ભવિષ્યમાં તક મળતા ખીલી ઉઠશે. તક્ષશિલા સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશ પટેલે નાઘેરા ધ્રુવ જુનિયર/ સબ જુનિયર સ્પર્ધામાં સિલેકટ થઈ પોતાનું નામ રોશન કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ધ્રુવના પિતા નાઘેરા મનસુખભાઈ ગીરસોમનાથ જિલ્લાના હરણાસા ગામના વતની છે. તેઓ હળવદ તાલુકાના સરા ગામે પોતે શિક્ષક છે, મનસુખ ભાઈના પુત્ર ધ્રુવને ક્રિકેટ રમવાનો ખુબ જ શોખ છે. ક્રિકેટ પ્રત્યેના પુત્રના પ્રેમને જોઈને મનસુખભાઈએ પણ તેને ક્રિકેટમાં આગળ વધવા માટે પ્રેરણા આપી. ધ્રુવની પ્રેક્ટિસ માટે તમામ સાધન-સામગ્રી ઘરે વસાવી. એટલું જ નહીં મનસુખભાઈ પોતે સવાર અને સાંજ હળવદમાં આવેલા ગ્રાઉન્ડ પર એક-એક કલાક પુત્રને પ્રેક્ટિસ કરવા લઈ જતા. રોજની પ્રેક્ટીસ અને ક્રિકેટ પ્રત્યેની ધગશથી ધ્રુવ ક્રિકેટની કારકીર્દિમાં પહેલું પગથિયું ચઢી ગયો છે.
ગુજરાતમાં ધ્રુવ જેવા અનેક બાળકો છે જેને ક્રિકેટમાં રૂચી છે પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન નથી મળી રહ્યું. જો આવા બાળકોને યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મ મળે તો તેઓ પણ આવી એકેડમીમાં સિલેક્ટ થઈને પરિવાર, સ્કૂલ અને ગામનું નામ રોશન કરી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત