Homeગામનાં ચોરેVIDEO: ફ્રાન્સના રાષ્ટ્રપતિને એક યુવાને જાહેરમાં તમાચો ઝીંકી દીધો

VIDEO: ફ્રાન્સના રાષ્ટ્રપતિને એક યુવાને જાહેરમાં તમાચો ઝીંકી દીધો

Team Chabuk-International Desk: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને દક્ષિણ-પૂર્વ ફ્રાન્સના પ્રવાસ દરમિયાન એક યુવકે જાહેરમાં થપ્પડ મારી દીધી. સમાચાર એજન્સી AFPના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના એ સમયે બની હતી જ્યારે મેક્રો દક્ષિણ-પૂર્વ ફ્રાન્સના ડ્રોમ ક્ષેત્રના પ્રવાસ પર ગયા હતા. અહીં તેઓ રેસ્ટોરન્ટ ખાતે અને વિદ્યાર્થીઓને મળ્યા હતા.જેથી એ વાત જાણી શકાય કે કેવી રીતે કોવિડ-19 મહામારી બાદ જનજીવન સામાન્ય થઈ ગયું છે. જોકે આ વાત જાણવામાં રાષ્ટ્રપતિને થપ્પડ ખાવાનો વારો આવ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં મેક્રો સફેદ રંગના શર્ટમાં સામે ઊભેલી ભીડની બાજુ જતાં દેખાઈ રહ્યાં છે. આ વચ્ચે થપ્પડ મારનારો વ્યક્તિ એ બોલતા સંભળાય રહ્યો છે કે, ડાઉન વિદ મેક્રોનિયા. આ ઘટના બાદ સિક્યોરિટી ગાર્ડે તેને ત્યાં જ ઝડપી લીધો હતો.  

હાલમાં જ ફ્રાન્સીસ સેનાની સેવા દેનારા એક દળે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ઈસ્લામને લઈને સલાહ આપી હતી. તેમનું માનવું છે કે ઈસ્લામ ધર્મને રિયાયત આપવાના કારણે ફ્રાન્સનું અસ્તિત્વ દાવ પર લાગી ચૂક્યું છે. ફ્રાન્સીસ સેનામાં સેવારત સૈનિકોના આ સભ્યોનો એક પત્ર કન્ઝર્વેટિવ મેગેઝિન વેલેયુર્સ એક્ચુલેસમાં પ્રકાશિત થયો હતો.

આ સામાયિકમાં ગત્ત મહિને પણ આ પ્રકારનો પત્ર પ્રકાશિત થયો હતો. જેમાં ગૃહ યુદ્ધની ચેતવણી ઊચ્ચારવામાં આવી હતી. એ પછી ફ્રાન્સના ગૃહ મંત્રી અને ઈમેન્યુઅલ મેક્રોના નજીકના સહયોગી જેરાલ્ડ કારમેનિને આ પત્રને કેટલાક લોકોની કાચી પેતરાબાજી કહી હતી. મંત્રીએ પત્ર લખનારાઓ પર સાહસની ઉણપ હોવાનું જણાવ્યું હતું.

એપ્રિલ મહિનામાં ફ્રાન્સમાં સેનેટની તરફથી એક નવા પ્રસ્તાવના સમર્થનમાં વોટ કરતા સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાય તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસ્તાવમાં સાર્વજનિક જગ્યાઓ પર 18 વર્ષથી નીચેની છોકરીઓનાં હિજાબ પહેરવા પર પ્રતિબંધની જોગવાઈ હતી. આ પ્રસ્તાવ ‘સેપરેટિઝ્મ’ બિલનો ભાગ છે. આ હાલમાં લાગુ નથી થયો. એક મહિના પહેલા સ્વિત્ઝરલેન્ડના વોટર્સે બુરકા અને નકાબ પર પ્રતિબંધ લગાવવા માટે વોટ કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments