Homeગુર્જર નગરીશિક્ષિત બેરોજગારી છે તો ખરી: પોલીસની ભરતીમાં આટલા ઉમેદવારોએ અરજી કરી

શિક્ષિત બેરોજગારી છે તો ખરી: પોલીસની ભરતીમાં આટલા ઉમેદવારોએ અરજી કરી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખોરંભે ચડી ગયેલી ભરતી પ્રક્રિયાઓ નવી સરકારે આરંભી દીધી છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ભરતી પ્રક્રિયાઓ નહોતી થઈ રહી, પણ હવે જીપીએસસીથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીની ભરતીઓ બહાર પડતા ઉમેદવારો ગેલમાં આવી ગયા છે અને અહર્નિશ મહેનત કરી પરીક્ષામાં ઉતીર્ણ થવા જોર લગાવી રહ્યા છે.

કેટલી અરજી કરવામાં આવી?

લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ વખતે ગુજરાત પોલીસ દળમાં કુલ 10,459 જગ્યા છે. જે માટે 5.66 લાખ ઉમેદવારો દ્વારા અરજી કરવામાં આવી છે. જેમાં 4.70 લાખ પુરુષ અને 96 હજાર મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ઓછો બેરોજગારીદર!

ભૂતકાળમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકાર દ્વારા આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત રોજગારી આપવામાં સૌથી મોખરે હોય અને ગુજરાત 3.5 ટકાનો સૌથી ઓછો બેરોજગારીદર ધરાવતું રાજ્ય હોય તેવી વાત કરવામાં આવી હતી. આજે આટલી મોટી સંખ્યામાં યુવાનોએ ભરતી પ્રક્રિયા માટે અરજી કરતા સરકારના વિધાનસભાના આંકડાઓની પોલ ખુલી ગઈ હોય એવું લાગે છે. છેલ્લા બે વર્ષથી આવી રહેલી સરકારી નોકરીમાં મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગારો અરજી કરી રહ્યા છે.

અંદાજીત 27847 જગ્યાઓ માટે ભરતીનું આયોજન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પદભાર સંભાળ્યા બાદ ભરતી બોર્ડના અધ્યક્ષની સાથે ચર્ચા કરી હતી. બેઠક બાદ તેમણે રાજ્યમાં રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ, વાયરલેસ ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર સહિત અન્ય જગ્યાઓ મળીને અંદાજીત 27847 જગ્યાઓ માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments