Team Chabuk-Gujaart Desk: રાજકોટના એક ચોક્કસ વિસ્તારમાં રહેતી એક યુવતીને ઈસનપુર માલદેવે સ્નેપચેટ મારફતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. કંપનીમાં નોકરી અપાવીશ એ બાબતે બંને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી. જોકે માલદેવનો ઈરાદો નેક નહોતો. તેણે લો ગાર્ડનના રેડીશન બ્લુ કેફેમાં પ્રજ્ઞેશ અને જીતેન્દ્રપુરી સાથે યુવતીની મુલાકાત કરાવી હતી. ત્યાંથી યુવતીને આબુમાં તારું કામ થઈ જશે અમારા એક મિત્રએ ત્યાં ઈવેન્ટ ગોઠવી છે જેવી લાલચ આપી આબુ લઈ ગયા હતા. અહીંથી મિત્ર ઉદેપુરની રેડીશન બ્લુ હોટલમાં મળશે તેવું કહ્યું હતું અને ત્યાં લઈ ગયા હતા.
આ બંને આરોપીઓએ યુવતીના ઠંડા પીણામાં દારૂ ભેળવી પીવડાવી દીધો હતો અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો. એટલું જ નહીં યુવતીના નગ્ન શરીરના ફોટોગ્રાફ અને વીડિયો પણ ઉતારી લીધા હતા. સવારમાં જ્યારે યુવતી જબકીને જાગી તો તેના શરીર પર એક પણ કપડું ન હતું અને તેની બાજુમાં બંને આરોપીઓ ઉંઘતા હતા.
આ નરાધમ આરોપીઓએ યુવતીને સાઉથ બોપલના ગાલા મારવેલા ફ્લેટ અને હોટલમાં લઈ જઈ અનેક વખત ગેંગરેપ દ્વારા પોતાની હવસ સંતોષી હતી. આ ઘટનામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ, જિજ્ઞેશ ગોસ્વામી, જૈમિન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાંથી એક જૈમીન પટેલે ગઈકાલે સાબરમતી જેલમાં ગળે ફાંસો ખાધો હતો અને તેનું મોત થઈ ગયું.
આરોપી 200 નંબરની ખોલીમાં રહેતો હતો અને કાચા કામનો કેદી હતો. તેણે ફાંસી ખાઈ જીવતર ટૂંકાવી લેતા રાણિપની પોલીસ તાત્કાલિક જેલ પહોંચી ગઈ હતી. જૈમિને ગળેફાંસો ખાતા પહેલા તેના પરિવારજનોને ટાંકીને અંતિમ ચીઠ્ઠી લખી હતી, જેમાં તેણે પરિવારની માફી માગી હતી અને આ કેસમાં બહાર નહીં આવી શકું તેવું જણાવ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે રાણીપ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સ્ટેશનમાં આપઘાત
અમદાવાદ સિવાય ચીખલીમાં પણ પોલીસ સ્ટેશનની અંદર જ બે યુવાનોએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતની ઘટનાથી પોલીસ મથક શંકાના ઘેરામાં આવી ગયું હતું. અહીં આ બંને યુવાનોને મિલકત સંબંધી ગુનાની શંકામાં પૂછપરછ કરવા માટે લાવવામાં આવ્યા હતા. આ બંનેને કોઈ સેલમાં નહીં પણ પોલીસ સ્ટેશનના એક રૂમમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં વાયર વડે બંનેએ ફાંસો ખાધો હતો. આ ઘટનામાં યોગ્ય પોલીસ તપાસની ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે. બંનેના નામ ક્રમશ: સુનીલ પવાર અને રવિ જાદવ છે. જોકે પોલીસરૂમમાં જ આત્મહત્યા કેવી રીતે થઈ? તેવો સવાલ ઊભો થતાં પ્રશ્ન પૂછનારી ખૂદ પોલીસ સવાલોનાં ઘેરામાં આવી ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત