Homeગામનાં ચોરેઆજથી જંતર-મંતર પર ખેડૂતોની ‘સંસદ’: પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આટલા ખેડૂતોને...

આજથી જંતર-મંતર પર ખેડૂતોની ‘સંસદ’: પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આટલા ખેડૂતોને જ પ્રવેશ

Team Chabuk-National Desk: દિલ્હી પોલીસે આજે (Today) ખેડૂત (Farmer) સંગઠનને કોરોના પ્રોટોકોલનું પાલન કરતા જંતર મંતર (jantar mantar) પર પ્રદર્શન (Protest) કરવાની અનુમતિ આપી દીધી છે. સંસદના મોનસૂન સત્ર સુધી તેમનું પ્રદર્શ ચાલુ રહેશે. ગુરૂવાર નવ ઓગસ્ટ સુધી ખેડૂતો અહીંથી પોતાની સંસદ ચલાવશે. અહીં સુરક્ષાની પૂરતિ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા છે જેથી અણીના સમયે ચકમક ન ઝરે. કોરાનાકાળમાં રાજનીતિક, સામાજીક સમારોહની અનુમતિ નથી હોતી, જોકે પોલીસે ખેડૂતોના પ્રદર્શનમાં રોજના 200 લોકોને સામેલ થવાની અનુમતિ આપી છે. પોલીસ 200 ખેડૂતોને પોતાની નજરતળે જંતર મંતર સુધી લાવશે. ખેડૂતોને અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી છૂટ મળશે. પાંચ વાગ્યે તેઓ ફરી સિંધુ બોર્ડર પરત ફરી જશે.

બીજ બાજુ ખાલિસ્તાન સમર્થક ગુરૂપતવંત સિંહ પન્નૂએ પંજાબના યુવાનો અને ખેડૂતોને મોટી સંખ્યામાં દિલ્હી પહોંચી જવાનું આહ્વાન કર્યું છે. પોલીસની કામગીરી વધી જતાં, અહીં પોલીસ દિલ્હીના પાંચ ઝોનમાં વહેચાઈને દરેક ઝોનની સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ પહેલા મોનસૂન સત્ર દરમ્યાન પ્રદર્શન કરવાની દિલ્હી પોલીસની સાથે સાથે સંગઠનોની બેઠક થઈ હતી. આખરે પોલીસ અને ખેડૂત વચ્ચેની મીટીંગ સમાપ્ત થઈ અને પોલીસે પ્રદર્શન પર મહોર મારી દીધી. ખેડૂત સંગઠનોએ પણ પોલીસને આશ્વાસન આપ્યું છે કે એ સિંધુ બોર્ડરથી રવાના થનારા તમામ ખેડૂતોની લિસ્ટ પોલીસને સોંપી દેશે.

આ લિસ્ટ સિવાય જો કોઈ વ્યક્તિ સામેલ થાય છે તો તે ખેડૂતોની જવાબદારીમાં નહીં આવે. કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા નહીં થાય તેની જવાબદારી લેતા પોલીસ પોતાના સુરક્ષા ઘેરામાં ખેડૂતોને જંતર મંતર સુધી પહોંચાડશે. જંતર મંતર પ્રદર્શન દરમ્યાન ખેડૂતો, કેન્દ્ર સરકાર દ્વારા ત્રણે કૃષિ કાયદાઓને નિરસ્ત કરવાનો, ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી)ની ગેરન્ટી સહિતની પોતાની માગોના સમર્થનમાં અવાજ ઉઠાવશે. સંયુક્ત કિસાન મોર્ચા તરફથી, ખેડૂત સંગઠનોએ તમામ સાંસદોને પ્યુપીલ્સ વ્હિલ જાહેર કરવા અપીલ કરી છે. જે ખેડૂતોની વાત સંસદ સુધી પહોંચાડશે. સંસદમાં કયા દળે તેમનો અવાજ કઈ રીતે ઉઠાવ્યો છે, તેના પર પણ ખેડૂતોની નજર રહેશે.

આ તમામ જવાબદારીઓ વચ્ચે કોરોનાના નિયમોનું કડકમાં કડક પાલન કરવાનું રહેશે. પ્રદર્શન દરમ્યાન ખેડૂતોએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જેવા તમામ કોરોના ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવાનું રહેશે. ખેડૂતોને બસમાં નક્કી કરેલા રૂટ પર જ લઈ જવામાં આવશે. ખેડૂત નેતાઓની સાથે છ પ્રતિનિધિઓને એક એસયુવીમાં જવાની છૂટ રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments