Homeગામનાં ચોરેભૃણ કે મેડિકલ વેસ્ટ?: ગુજરાતના આ ગામમાંથી 13 પ્લાસ્ટિકના ડબ્બામાંથી 13 શંકાસ્પદ...

ભૃણ કે મેડિકલ વેસ્ટ?: ગુજરાતના આ ગામમાંથી 13 પ્લાસ્ટિકના ડબ્બામાંથી 13 શંકાસ્પદ ભૃણ મળ્યા

Team Chabuk-Gujarat Desk: હજુ તો મહિસાગરના સંતરામપુરામાં થયેલી ભૃણહત્યાનો કિસ્સો તાજો છે ત્યાં આવો જ એક કિસ્સો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી સામે આવ્યો છે. સિદ્ધપુરના તાવડિયા ગામ નજીકથી એક સાથે 13 શંકાસ્પદ ભૃણ મળી આવ્યા છે. આ ભૃણહત્યા છે કે પછી મેડિકલ વેસ્ટ છે તે તપાસનો વિષય બન્યો છે. જો કે, સ્થાનિકોએ દાવો કર્યો છે કે, 13 શંકાસ્પદ ભૃણમાંથી એક તો સંપૂર્ણ મૃત બાળક જ હતું. જ્યારે બીજા અવશેષો ભૃણ જેવા હતા.

સ્થાનિકોનો દાવો છે કે, તાવડિયા ગામે કેટલાક બાળકો ભેંસ ચરાવવા ગયા હતા. અહીં બાળકોને એક પ્લાસ્ટીકની મોટી થેલી મળી હતી. આ થેલીમાં તેર જેટલા પ્લાસ્ટીકના ડબ્બા હતા. આ ડબ્બામાં વિચિત્ર વસ્તુ જોતા બાળકોએ ગામના અન્ય લોકોને જાણ કરી હતી. ત્યારબાદ ગ્રામપંચાયતના સભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્લાસ્ટીકના ડબ્બામાં ભૃણ હોવાની આશંકાએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શંકાસ્પદ ભૃણ કબજે લઈ વધુ તપાસ શરૂ કરી હતી.

આ ઘટના સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. સવાલ છે કે, શું આ પ્લાસ્ટિકના ડબ્બામાં ભૃણ જ છે કે પછી ભૃણ જેવી લાગતી ગાંઠ છે ?  આ પ્લાસ્ટિકની થેલી અવાવરું જગ્યામાં કોણ ફેંકી ગયું ?  શું સિદ્ધપુરના તાવડિયા ગામમાં પણ ભૃણહત્યાનો ગોરખધંધો ચાલી રહ્યો છે ? ફોરેન્સિક તપાસ બાદ આ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાઈ શકે શકે છે. જો પ્લાસ્ટિકમાં ભૃણ હોવાનું સામે આવશે તો આ જિલ્લામાં સૌથી મોટી તપાસનો વિષય બની જશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહિસાગરના સંતરામપુરનો ગર્ભપાતનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ચાર મહિલાઓ એક ગર્ભવતી મહિલાનો ગર્ભપાત કરાવતી હોવાનો દાવો કરાયો હતો. આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ છે. પ્રાથમિક તપાસમાં એક મહિલાનું નામ ખુલ્યું છે જે છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હોવાનું સામે આવ્યું છે. પોલીસ હાલ આ ઘટના અંગે પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. દાવો એવો છે કે, સંતરામપુરમાં માતાની કૂખમાં જ ગર્ભની હત્યા કરવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments