Team Chabuk-Gujarat Desk: અમદાવાદ રિવરફ્રન્ટ પાસે આવેલી આરબીઆઈ બેન્ક નજીક એક યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની માહિતી મળતા યુવક અને યુવતીને બચાવવા માટે તરવૈયાઓ ઘટનાસ્થળે આવી નદીમાં કૂદી પડ્યા હતા. જોકે આ બંનેની લાશ મળી આવતા આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અમદાવાદ રિવરફ્રન્ટ ઈસ્ટની પોલીસ આવી પહોંચી હતી અને યુવક અને યુવતીના મૃતદેહનો કબ્જો લીધો હતો.

મૃતકો વિશે પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીનું નામ ગુનગુનબહેન છે અને તેની વય 19 વર્ષની છે જ્યારે યુવકનું નામ રાકેશ છે અને તેની વય 21 વર્ષની છે. આ બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ પરિવારજનોએ લગ્નની પરવાનગી આપી નહોતી. જેથી તેઓ ઘરેથી ભાગી ગયા હતા. બેઉં ઘરેથી ભાગી ગયાની જાણકારી બંનેના પરિવારજનોને પણ મળી હતી. પરિવારજનોએ ભેગા મળી બેઉંને હંમેશ માટે ભેગા કરી દેવાનું સહમતિથી નક્કી કર્યું હતું.

જોકે પરિવારના લોકો તેમને શોધે, આ ખુશીના સમાચાર તેમના કાન અને હ્રદયને આપે, તેમના ગોળધાળા ખાય અને રંગેચંગે લગ્નનો આનંદોત્સવ ઉજવાય એ પહેલા જ કારમા આઘાત સમા સમાચારે બેઉં પક્ષને હચમચાવીને રાખી દીધા હતા. બંનેએ અમદાવાદની સાબરમતી નદીમાં કૂદી કાયમ માટે આ જગતને અલવિદા કહી દીધું હતું.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ