Homeગુર્જર નગરીદિવ: પેરાસેઈલિંગની મજા માણતું હતું દંપતિ દોરડું કપાયું અને પડ્યા આ જગ્યાએ...

દિવ: પેરાસેઈલિંગની મજા માણતું હતું દંપતિ દોરડું કપાયું અને પડ્યા આ જગ્યાએ…

Team Chabuk-Gujarat Desk: દિવનો દરિયા કિનારો શાંત છે, સૌમ્ય છે. ભાગ્યે જ અકસ્માતની ઘટના અહીં બને છે. પણ આજે જે વીડિયો વાઈરલ થયો છે અને જે-જે લોકો એ દૃશ્ય જુએ છે તેમની છાતી એક થડકો તો ચૂકી જ જાય છે. આ વીડિયો નાગવાબીચનો છે. જેમાં એક દંપતિ પામ એડવેન્ચર પર પેરાશૂટની મજા માણી રહ્યા હતા. આનંદ હતો અને થોડી વારમાં જ આ ઘટના શોકમાં તબ્દિલ થઈ ગઈ, કારણ કે બોટ અને પેરાશૂટની વચ્ચેનું દોરડું તૂટી ગયું.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક દંપતિ દીવના સહેલાણીઓથી ભરચક એવા નાગવા બીચમાં પામ એડવેન્ચર પર પેરાસેઈલિંગ રાઈડિંગની મજા માણી રહ્યું છે. દરિયાની અંદર ચાલતી બોટમાં દોરડાનો એક છેડો છે, જ્યારે બીજો છેડો પેરાશૂટમાં, જ્યાં દંપતિ ઉડી રહ્યું છે ત્યાં છે. આ દંપતિ મજા માણી રહ્યા છે અને તેનો કોઈ વીડિયો પણ ઉતારી રહ્યું છે.

એક મિનિટ અને અઠ્યાવીસ સેકન્ડના આ વીડિયોમાં બરાબર એક મિનિટ અને બારમી સેકન્ડે દોરડું તૂટી જાય છે. બોટમાં હલચલ મચી જાય છે અને રાડારાડી થવા લાગે છે. હવે સવાલ એ થતો હશે કે આ દંપતિને થયું શું? દંપતિને કશું નથી થયું. તેઓ દરિયામાં પડ્યા હતા અને કોઈ પણ જાતની ગંભીર ઈજા નહોતી થઈ. બીજી બાજુ દિવ ટુરિઝમના અધિકારીઓ પોતાની ભૂલ પણ સ્વીકારવા તૈયાર નહોતા અને દંપતિને ધમકાવ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે.

shree-hari-jyotish

જોકે વેકેશનની આ મજા ક્યારે સજામાં પરિવર્તિત થઈ જાય કહેવાય નહીં. આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે દિવમાં આવી કોઈ મોટી ઘટના બની હોય અને ગંભીર અકસ્માત થયો હોય. દિવના ટુરિઝમ પર હવે અસંખ્ય સવાલો પણ ઉઠી રહ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments