Homeગુર્જર નગરીઅમદાવાદની સાબરમતી નદીમાંથી લીધેલા કોરોનાના તમામ સેમ્પલ પોઝિટિવ

અમદાવાદની સાબરમતી નદીમાંથી લીધેલા કોરોનાના તમામ સેમ્પલ પોઝિટિવ

Team Chabuk-Gujarat Desk: અત્યાર સુધી દેશના અસંખ્ય વિસ્તારોમાં સીવેઝ લાઈનમાંથી કોરોના મળ્યાની પુષ્ટી થઈ ચૂકી છે. જોકે પહેલી વખત પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાઈરસ હોવાની વાત સામે આવી છે.  ગુજરાતના અમદાવાદનાં જીવન ઘટક તરીકે ઓળખાતી સાબરમતીમાં કોરોના વાઈરસ મળ્યાની વાત સામે આવી છે. અહીંથી લેવામાં આવેલા તમામ સેમ્પલ સંક્રમિત છે.

સાબરમતીની સાથે સાથે અમદાવાદના અન્ય જળ સ્ત્રોત કાંકરિયા તળાવ, ચંદોળા તળાવથી લેવામાં આવેલા સેમ્પલ પણ સંક્રમિત મળી આવ્યા છે. એટલું જ નહીં શોધકર્તાઓએ જ્યારે અસમના ગુવાહાટી વિસ્તારની નદીની તપાસ કરી તો ત્યાં પણ ભારુ નદીમાંથી લેવામાં આવેલ સેમ્પલ કોરોના સંક્રમિત મળ્યા હતા.

આ તમામ સેમ્પલમાં વાઈરસની હાજરી અત્યાધિક મળી આવી છે. આઈઆઈટી ગાંધીનગર સહિત દેશની આઠ સંસ્થાઓએ મળીને આ અંગેનો અભ્યાસ કર્યો હતો. જેમાં નવી દિલ્હી સ્થિત જેએનયૂની સ્કૂલ ઓફ એન્વાયર્મેન્ટ સાયન્સના શોધકર્તાઓ પણ સામેલ હતા.

ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પૃથ્વી વિજ્ઞાન વિભાગના મનીષ કુમારે જણાવ્યું કે, ગત્ત વર્ષે સિવેઝમાંથી સેમ્પલ લઈ તપાસ કર્યા દરમિયાન કોરોના વાઈરસની હાજરીનો ખ્યાલ આવ્યો હતો. આ અભ્યાસ બાદ પ્રાકૃતિક જળસ્ત્રોત વિષે પણ ભાળ મેળવવા માટે વધુ એક વખત અધ્યયન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે અમદાવાદમાં સૌથી વધારે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ગુવાહાટીમાં એક પણ પ્લાન્ટ નથી. જેથી આ બંને શહેરોની પસંદગી કરીને સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી.

શોધકર્તાઓએ જણાવ્યું કે સાબરમતીમાં તમામ સંક્રમિત સેમ્પલ મળ્યા બાદ ગુવાહાટીમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું. માર્ચ મહિના સુધી અહીં સેમ્પલિંગ અને તપાસની પ્રક્રિયા ચાલતી રહી. એ દરમ્યાન ભારુ નદીમાંથી લીધેલા સેમ્પલ સંક્રમિત મળ્યા હતા. જોકે બ્રહ્મપુત્રા નદીને લઈને આશંકા ઓછી છે. એક રીતે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ત્યાં કોરોનાના કેસ ઓછા આવવાના કારણે પાણીમાં સંક્રમણ જોવા નથી મળી રહ્યું.

મનીષ કુમારના જણાવ્યા અનુસાર ત્રણ સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી દરેક અઠવાડિયે સેમ્પલ લીધા બાદ તપાસ કરવામાં આવી અને તેમાં કોરોના વાઈરસની મોટી માત્રામાં હાજરી મળી હતી. સાબરમતીથી 694, કાંકરિયા 549 અને ચંદોળામાંથી 402 સેમ્પલ લેવામાં આવ્યા જે તપાસમાં સંક્રમિત મળી આવ્યા હતા. જેનાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે વાઈરસ પ્રાકૃતિક જળમાં જીવિત રહી શકે છે. જેથી દેશના તમામ પ્રાકૃતિક જળ સ્ત્રોતની તપાસ થવી જોઈએ, કારણ કે બીજી લહેરમાં વાઈરસના ગંભીર મ્યૂટેશન પણ જોવા મળ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments