Homeગુર્જર નગરીગાઝા પર હુમલો કરનારી ઈઝરાયલ આર્મીની ટૂકડીમાં રાજકોટની નિત્શા

ગાઝા પર હુમલો કરનારી ઈઝરાયલ આર્મીની ટૂકડીમાં રાજકોટની નિત્શા

Team Chabuk-Gujarat Desk: ઈઝરાયલે મંગળવારના રાતના સમયે ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. સીમાને અડકીને આવેલા ફિલિસ્તીની એન્ક્લેવમાં આગ લગાવવાના ફુગ્ગાઓ છોડ્યા બાદ ઈઝરાયલ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો. હાલમાં જ થયેલા આ હુમલાના કારણે હમાસ અને ઈઝરાયલની વચ્ચે છેલ્લા 11 દિવસથી ચાલતા સંઘર્ષવિરામનો પણ અંત આવ્યો છે અને બંને દેશે સામસામે બાયો ચડાવી લીધી છે.

ગાઝા પટ્ટીમાં મંગળવારના રોજ હવાઈ હુમલા ફરીથી શરૂ કરનારી ગુજરાતી મૂળની વીસ વર્ષીય નિત્શા મુલિયાશા ઈઝરાયલ ડિફેન્સ ફોર્સેઝ ટીમ (IDF)નો ભાગ પણ છે. અમદાવાદ મિરરમાં પ્રકાશિત થયેલી રિપોર્ટના આધારે નિત્શા મુલિયાશા મૂળ રાજકોટના માણવદર તાલુકાના ગામ કોઠાડીમાં રહેનારી છે. હાલ ઈઝરાયલના તેલ અવીવમાં રહેનારી નિત્શા મુલિયાશા ઈઝરાયલની સેનામાં ભરતી થનારી પ્રથમ ગુજરાતી છે.

પોતાની પુત્રી ઈઝરાયલમાં આ હોદ્દા પર છે તે અંગે તેના પિતા જીવાભાઈએ ઈઝરાયલી શિક્ષા પ્રણાલીને મોટો ફાળો આપ્યો હતો. જેના કારણે તેમની દીકરી સુરક્ષા બળનો ભાગ બની હતી. જીવાભાઈએ જણાવ્યું કે ઈઝરાયલના શાળાના શિક્ષણે તેમની દીકરીને ડિફેન્સ ફોર્સની પરિક્ષા પાસ કરવામાં મદદ કરી હતી. નિત્શાને યુદ્ધ મેદાનમાં આધુનિક હથિયારોનો ઉપયોગ કરવો અને બહુઆયામી યુદ્ધાભ્યાસનું પ્રશિક્ષણ દેવામાં આવ્યું છે. નિત્શાના પિતાએ કહ્યું કે, ઈઝરાયલની સેનાની સાથે તેનો 2.4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે. તેને પાંચ કે દસ વર્ષની અવધિ માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની જરૂર રહેશે. જેના આધારે તે એન્જિનિયરિંગ, મેડિકલનો પોતાની યોગ્યતાનો કોર્સ કરી શકે છે.

ઈઝરાયલમાં રહેનારી નિત્શા ઘણી ભાષાઓ જાણે છે. તેના પિતાએ જણાવ્યું છે કે તે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, હિબ્રૂ અને સ્પેનિશની જાણકાર છે. નિત્શાએ આ પહેલા પણ ઘણી વખત ભારતની યાત્રા કરી છે. તે દર ત્રણ વર્ષે ભારત આવે છે. ઈઝરાયલમાં જીવાભાઈનો પરિવાર પાંચ બેડરૂમના મકાનમાં રહે છે. જેમાં રોકેટ કે અપરંપરાગત હથિયારોના હુમલાઓનો સામનો કરવા માટે બ્લાસ્ટ પ્રૂફ બારીઓ અને સુરક્ષિત ઓરડા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલીબહેન રૂપાણી પોતાની ગત ઈઝરાયલ યાત્રા દરમિયાન જીવાભાઈને ત્યાં રોકાયા હતા અને બપોરનું ભોજન પણ લીધું હતું.

નિત્શા છેલ્લા બે વર્ષથી લેબનાન, સીરિયા, જોર્ડન અને મિસ્ત્રની સીમા પર હતી. હાલ તે ગશડાનમાં ફરજ બજાવી રહી છે. જ્યાંથી ઈઝરાયલી સૈન્ય હમાસના હુમલા પર પલટવાર કરી રહ્યું છે. સંઘર્ષવિરામ બાદ પુન: ઈઝરાયલ અને હમાસની વચ્ચે તણખા ઝરવા લાગ્યા છે. પ્રધાનમંત્રી નેફ્ટાલી બેનેટની સરકારે યહુદી રાષ્ટ્રવાદીઓને ફ્લેગમાર્ચ કાઢવાની અનુમતિ આપી દીધી છે. જે પછી ઈઝરાયલ અને ફિલિસ્તીનમાં તણાવ વધી ગયો છે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments