Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના કન્નોજમાં દહેજ ઉત્સુક અને લાલચી વરરાજો તેની માગ ન સંતોષાતા મંડપથી ફરાર થઈ ગયો હતો. દુલ્હન તેની પ્રતીક્ષા કરી રહી હતી પણ તેની માગ સંતોષવામાં ન આવતા વરરાજો લગ્નનાં મંડપમાં આવ્યો નહોતો. આ સમગ્ર ઘટના કન્નોજ જિલ્લાના જગતપુર ગામમાં બની છે. જ્યાં ગ્રીશચંદ્ર કઠેરિયાએ મેનપૂરી જનપદના રહેવાસી દેવેન્દ્રની સાથે પુત્રી શિવાનીના લગ્ન નક્કી કર્યા હતા.
લગ્નના કાર્યક્રમ પ્રમાણે 16 જૂનના રોજ દેવેન્દ્ર જાન લઈને જગતપુર ગામ પહોંચ્યો હતો. વધુના પિતાએ અગાઉ નક્કી કરેલા દહેજ પ્રમાણે તો બધી વ્યવસ્થા કરી લીધી હતી. જોકે જયમાલાની વિધિ દરમ્યાન વરરાજો દેવેન્દ્ર વિફરતા 50 હજાર રૂપિયાની માગ કરી હતી.
વધુના પિતા ગ્રીશચંદ્ર પહેલા તો માગ પૂરી કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. જોકે વરરાજાની જીદને જોતા ક્યાંકથી ઉછી ઉધારાના લઈ તેને માગણી સંતોષવાનું વચન આપ્યું હતું. આમ છતાં વરરાજો 50 હજાર રૂપિયાની માગણીથી ટસ નો મસ ન થયો અને શ્વસુર પાસે માગણી કરતો રહ્યો હતો. તાત્કાલિક માંગ પૂરી ન થતાં તે સ્ટેજ છોડીને ભાગી ગયો હતો. વરરાજાને જગ્યાએ જગ્યાએ શોધવામાં આવ્યો પણ કોઈ જગ્યાએ તેનો પતો ન લાગ્યો.
આખરે વધુના પરિવારજનોએ પણ વરરાજાના નાના, લગ્ન કરાવનારા મધ્યસ્થી, કેમેરામેન અને બે ગાડીઓવાળાને બંધક બનાવી લીધા. જે પછી વધુના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી અને ન્યાયની માંગણી કરી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત