Homeગુર્જર નગરીયુવક પરિણીતાના અર્ધનગ્ન ફોટોગ્રાફ મોકલી હેરાન કરતો હતો આખરે પરિણીતાએ....

યુવક પરિણીતાના અર્ધનગ્ન ફોટોગ્રાફ મોકલી હેરાન કરતો હતો આખરે પરિણીતાએ….

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં આત્મહત્યાનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. અહીં પરિણીતાએ તો આત્મહત્યા કરી લીધી પણ પરિવારને તેની આત્મહત્યાનું મૂળ કારણ જે તે સમયે ખ્યાલ નહોતું આવ્યું. બાદમાં જ્યારે ખબર પડી ત્યારે પરિવાર ચોંકી ગયો હતો. એક યુવક તેને અર્ધનગ્ન ફોટોગ્રાફ મોકલી વોટ્સએપ કોલ અને વીડિયો કોલ કરતો હતો. આખરે ડોક્ટરની પત્નીએ આવી બિભત્સ માગણીઓથી કંટાળીને મોતને મીઠું કરી લેતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ભાવનગરના પાલીતાણા ખાતે રહેતા યુવાને પોલીસ સ્ટેશનમાં પાલીતાણાના ઈરફાન મેતની વિરૂદ્ધ ફરિયાદ લખાવી છે. ફરિયાદ આત્મહત્યા દુષ્પ્રેરણાની છે. યુવકની બહેનનાં સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા. પતિ ડોક્ટર હતો. સારો વ્યવસાય ચાલતો હતો. શરૂઆતમાં પાલીતાણામાં રહ્યા બાદ અને પુત્રનો જન્મ થતાં પરિવાર અમદાવાદ જુહાપુરામાં રહેવા આવી ગયું હતું. અહીં નવરંગપુરામાં દવાખાનું ખોલ્યું હતું અને પરિવાર સુખેથી જીવન વ્યતિત કરી રહ્યું હતું. એટલામાં તેમના હસતાં ખેલતાં પરિવારને ઈરફાનની નજર લાગી ગઈ હતી.

2 જૂનનાં રોજ પતિ જ્યારે પોતાની ક્લિનિક પર ગયા ત્યારે પરિણીતાએ પોતાનો રૂમ બંધ કરી આપઘાત કરી લીધો હતો. પતિ જ્યારે પાછો આવ્યો અને દીકરાને તેના મમ્મી વિશે પૂછ્યું તો તેણે મમ્મી દરવાજો નથી ખોલતા નો જવાબ આપ્યો હતો. પત્નીએ દરવાજો ન ખોલતા પતિ ચિંતામાં આવી ગયો હતો. રાડારાડી કરવા લાગ્યો હતો. બાદમાં પાડોશીઓ એકઠા થયા હતા. પાડોશીઓની મદદથી જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે યુવતી પંખા પર લટકતી હતી. આ યુવતી ખેંચની બીમારીથી પરેશાન હોય પતિએ કોઈ પણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહોતી કરી. જોકે બાદમાં જે સત્ય સામે આવ્યું તે બિહામણું હતું.

મૃતક મહિલાનો મોબાઈલ ફોન તેના ભાઈનાં હાથમાં આવી ગયો હતો. તેણે મોબાઈલ ફોન તપાસતા ઈરફાન મેતરે યુવતીના મોકલેલા અર્ધનગ્ન ફોટોગ્રાફ, વીડિયોકોલ અને વોટ્સએપ કોલ હતા. યુવતીના ભાઈએ વધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે અવાર નવાર બિભત્સ માગણી કરતો હતો. જેથી કંટાળીને પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. યુવતી જ્યારે પાલિતાણામાં રહેતી હતી ત્યારે ઈરફાન મેતરની સાથે તેની મુલાકાત થઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments