Team Chabuk-Gujarat Desk: વલસાડના એક શિક્ષકની હાલ શિક્ષક સમુદાયોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ શિક્ષકથી કંટાળીને એક શિક્ષિકાએ તેની ફરિયાદ કરતા તેની બદલી કપરાડાના ટુકવાડા અર્થાત્ દાનહની બોર્ડરથી મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા કપરાડાના વિરક્ષેત્રથી પચાસ કિલોમીટર દુર બદલી કરી દેવામાં આવી છે.
આવારનવાર સ્ટાફમાં રિસામણા મનામણા ચાલતા હોય છે. કામગીરને લઈને માથાકૂટો થતી રહેતી હોય છે, થતી રહેવાની છે. જોકે કોઈ વખત હદ કરતા વધી જાય છે. આ ઘટના બની છે વલસાડના કપરાડાના ટુકવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા ગંગારામ રાઉતની સાથે.
તેમની વિરૂદ્ધ મહિલા શિક્ષિકાએ આક્ષેપો કર્યા છે. ગંગારામજી મહિલા શિક્ષિકાને માનસિક ત્રાસ, હેરાનગતિ અને સતામણી કરતા હોવાના કારણે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે આ અંગેની ફરિયાદની તપાસ આંતરીક ફરિયાદ નિવારણ સમિતિને સોંપવામાં આવી હતી. જેનો સમગ્ર અહેવાલ મળ્યા બાદ શિક્ષાત્મક કાર્યવાહી કરતા તેમની બદલી કરી દેવામાં આવી છે.
આ તપાસ બાદ શિક્ષક ગંગારામે વિચાર્યું નહીં હોય એવી જગ્યાએ તેમની બદલી કરી દેવામાં આવી છે. ગંગારામનું હવે નવું સરનામું દાહનની બોર્ડર પર આવેલા ટુકવાડા ગામથી દુર એવા કપરાડાના અંતરિયાળ એવા વિરક્ષેત્રમાં છે. શિક્ષકોમાં આ મુદ્દાને લઈ ભારે ગણગણાટ થઈ રહ્યો છે. ચર્ચા એવી છે કે આ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચતા કાર્યવાહી કરવામાં આવી હતી. આ પહેલા ગંગારામ આચાર્ય હતા. જોકે હવે અંતરિયાળ વિસ્તારમાં બદલી કરી દેવામાં આવી હોય તેઓ નિયમિત આચાર્ય નહીં પણ શિક્ષક છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત