Homeગુર્જર નગરીઅમદાવાદ: જીજાજી સાથે લગ્નની હઠ લઈ બેઠેલી સાળી માંડ માંડ માની

અમદાવાદ: જીજાજી સાથે લગ્નની હઠ લઈ બેઠેલી સાળી માંડ માંડ માની

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં જીજાજીના પ્રેમમાં ઓળઘોળ થઈ ગયેલી સાળીના કિસ્સાએ ચર્ચા જગાવી છે. બહેનને ત્યાં રહી અભ્યાસ કરતી સાળી જીજાજી સાથે પ્રેમાતુર હતી. એકપક્ષીય સંબંધ હતો. સાળીનો પ્રેમ એ હદ સુધી પહોંચ્યો હતો કે એ જીજાજીની સાથે કોઈ પણ ભોગે લગ્ન કરવા ઈચ્છતી હતી. સાળીની આ હઠના કારણે ઘરનું વાતાવરણ દૂષિત થયું હતું, ઉપરથી સમાજની બદનામીની ચાદર પણ પરિવારને ઓઢવી પડે તેમ હતી. પોતાની પુત્રીને પરિવારજનો વારંવાર મનાવતા હોવા છતાં તે માનવા તૈયાર નહોતી અને તેનો સ્વભાવ પણ ચીડીયો થઈ ગયો હતો. જેથી અંતે હેલ્પલાઈનની મદદ લેવાનું પરિવારના લોકોએ નક્કી કર્યું હતું.

shree-hari-jyotish

અમદાવાદના એક ચોક્કસ વિસ્તારમાં રહેતા અને ડ્રાયફ્રુટના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિને સંતાનમાં બે પુત્રી છે. મોટી પુત્રીના વેવિશાળ થઈ ચૂક્યા છે અને તે વડોદરામાં પોતાના પતિની સાથે રહે છે. આ સમયે તેમની નાની દીકરીએ એમ.એસ.યુનિવર્સિટીમાં એમસીએ કરવા માટે એડમિશન લીધું હતું. જેથી તેણી પણ પોતાની મોટી બહેન અને જીજાજીની સાથે રહેતી હતી અને અભ્યાસ કરતી હતી. શરુઆતમાં આ વર્તન સામાન્ય લાગી રહ્યું હતું. સાળી જીજાના સંબંધો તો મસ્તીભર્યાં હોય છે તેમ પરિવારજનો પણ માનતા હતા પરંતુ બાદમાં કોથળામાંથી બિલાડું નીકળ્યું હતું.

shree-hari-jyotish

આ સમગ્ર ઘટના પર રહેલો પડદો ઉંચકાયો એ રીતે હતો કે, સાળીએ તેની જ બહેનના પતિને એટલે  પોતાના જીજાને બ્લેકમેલ કરવાની શરુઆત કરી દીધી હતી. મોટી બહેન જ્યારે ઘરની બહાર હોય ત્યારે સાળી જીજાને કોઈને કોઈ બહાને ઘરમાં બોલાવતી હતી. અંતે જીજાએ પત્નીને તેની બહેનની તમામ વિગતો જણાવી હતી. જેમાં તેમણે બહેનના મેસેજ પણ વંચાવ્યા હતા. સગી બહેન જ પોતાનું ઘર ભાંગવા માટે બેઠી છે એ જાણી મોટી બહેનના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

shree-hari-jyotish

જીજાથી દૂર રહેતા સાળીનો સ્વભાવ ચીડીયો બની ગયો હતો. તે પોતાની સગી બહેનને ધમકી આપતી હતી. માતા પિતાને આત્મહત્યા કરી લેવાનું કહી ચિંતામાં ગરકાવ રાખતી હતી. બહેનના ઘરે જવાની ના પાડી દેવામાં આવતા તે ઘર છોડીને જતી રહેતી અને તેના લીધે તેનો પરિવાર પણ સતત વ્યગ્ર રહેતો હતો. અંતે હેલ્પલાઈનને ફોન કરવામાં આવ્યો હતો અને મનોચિકિત્સકની મદદ દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં યુવતીને ભણવા પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments