Homeગુર્જર નગરીવિક્રમ: એસટીએ એક જ દિવસમાં ઓનલાઈન 90 હજાર એડવાન્સ ટિકિટ બુકિંગનો રેકોર્ડ...

વિક્રમ: એસટીએ એક જ દિવસમાં ઓનલાઈન 90 હજાર એડવાન્સ ટિકિટ બુકિંગનો રેકોર્ડ સ્થાપી દીધો

Team Chabuk-Gujarat Desk: શાનદાર સવારી એસટી હમારી ના સ્લોગન સાથે ગુજરાતભરમાં વણથંભ્યો પ્રવાસ કરી યાત્રિગણોને તેમના નિશ્ચિત સ્થાન પર પહોંચાડનારી ગુજરાત એસટીએ એક નવો કિર્તિમાન રચી દીધો છે. આમ તો આ વખતે પ્રવાસીઓની ઉમટેલી ભીડ, દિવાળીના તહેવારોનો સંયોગ, અવિરત બુકિંગ અને કોરોનાથી ત્રાસેલા લોકોએ હરવા ફરવાના સ્થળો પર જમાવડો કરી દીધો છે. જેની સાબિતી રૂપે અમદાવાદથી લઈને રાજકોટ સુધીના કેટલાય નગરો ખાલી ખાલી લાગી રહ્યા છે.

ઓનલાઈનના વેપારમાં ગુજરાત એસટી પણ છે. અને તેમને આ વર્ષનો ઓનલાઈન વેપાર મોજેદરિયા કરાવી જાય એવો રહ્યો છે. તારીખ સાત નવેમ્બરથી એટલે કે ભાઈબીજથી રવિવાર સુધીમાં ઐતિહાસિક 90 હજારથી વધારેની ટિકિટનું એડવાન્સ બુકિંગ રહ્યું છે. પ્રાથમિક દૃષ્ટીએ તો એવું લાગે છે કે દિવાળી અથવા તો દિવાળી પહેલા બુકિંગનો મહાસાગર ઉમટ્યો હોવો જોઈએ પણ વાસ્તવિક ચિત્ર તો અલગ જ ભાસી રહ્યું છે.

ભાઈબીજાના તહેવારના એક જ દિવસમાં એટલે કે 7 નવેમ્બરના રોજ ઐતિહાસિક 90,526 ટિકિટો બુક થઈ છે. આ વખતે થયેલા બુકિંગ થકી એસટી વિભાગની તિજોરીમાં 1.89 કરોડની આવક થઈ છે. અગાઉ 2019ના વર્ષમાં 74,300 ટિકિટ બુક થઈ હતી, જેનો કિર્તીમાન 2021માં તૂટી ગયો છે. મોટા શહેરોની જો વાત કરવામાં આવે તો, રાજકોટ-અમદાવાદ રૂટ પર 9,100 ટિકિટ, અમદાવાદ- વડોદરા રૂટ પર 9000 હજાર ટિકિટ બુક થઈ છે.

ક્રમતારીખબુકિંગ
14 નવેમ્બર53,900
25 નવેમ્બર58,440
36 નવેમ્બર89,037
47 નવેમ્બર90,526

સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થતો હોય છે કે પ્રવાસીઓ ગુજરાતમાં જ એસટીનું બુકિંગ કરી આખરે જતા ક્યાં હોય છે. જવાબ છે કે તહેવારોના દિવસોમાં 60 ટકા પ્રવાસીઓ દાહોદ અને પંચમહાલ તરફની બસ પકડે છે જ્યારે 40 ટકા પ્રવાસીઓ સૌરાષ્ટ્ર તરફના રુટની બસ પકડે છે. આ સિવાય સૌથી વધારે ટિકિટ કયા રૂટ પર બુક થઈ એ પણ જોઈ લઈએ.

ક્રમરૂટબુકિંગ
1અમદાવાદ-દાહોદ15,700
2અમદાવાદ-ભાવનગર13,200
3રાજકોટ-અમદાવાદ9,100
4અમદાવાદ-વડોદરા9000
shree-hari-jyotish

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments