Team Chabuk-Gujarat Desk: રાજ્યના પોલીસ વિભાગમાં બમ્પર ભરતી થવા જઈ રહી છે. લોક રક્ષક દળ (LRD)માં 10459 જગ્યાઓની ભરતી માટે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ છે. પોલીસ વિભાગની ભરતીને લઈને રાજ્યના યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં યુવક-યુવતીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, ગઈકાલે 8 તારીખ સુધીમાં 11,13,251 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 8,68,422 અરજીઓ કન્ફર્મ થઈ છે. કન્ફર્મ થયેલી કુલ અરજીઓમાં 6,35,008 પુરુષ ઉમેદવારો છે જ્યારે 2,33,414 મહિલા ઉમેદવારો છે.
લોકરક્ષક ભરતી:
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 8, 2021
Total Applications: 11,13,251
Confirm Application: 8,68,422
Male Application: 6,35,008
Female : 2,33,414
Fee paid by:
UPI : 65,208
Other:7129
Post : 12,277
Total:98,642
આવતીકાલે અરજી માટે નો છેલ્લો દિવસ છે.#LRD_ભરતી
પોલીસ વિભાગની આ ભરતી માટે ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે આજે મંગળવાર લાભ પાંચમનો દિવસ અંતિમ દિવસ છે. ગઈકાલે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા માટે એટલો ધસારો થયો કે સર્વર પણ ડાઉન થઈ ગયું હતું. જો કે થોડીવાર બાદ સર્વર ફરી ચાલુ થયું હતું. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આજે અંતિમ દિવસે અરજી કરી લેવા વિનંતી કરી છે. 4 વર્ષ પછી થઈ રહેલી આ ભરતી માટે આગામી ડિસેમ્બરથી શારીરિક કસોટી યોજાશે.
થોડા સમય માટે એક સાથે મોટી સંખ્યામાં લોકો અરજી કરતા સર્વર ડાઉન થયું હતું, હવે સર્વર બરાબર ચાલે છે. છેલ્લા દિવસના ધસારા ને કારણે આવતીકાલે દિવસે તકલીફ ન થાય તે માટે આજે રાત્રે અરજી કરી લેવા સૌને વિનંતી.
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 8, 2021
આ વર્ષે નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ટ્વિટરના માધ્યમથી કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી એવી સ્પષ્ટતા કરી હતી. આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે. પોલીસમાં વર્ગ- 3માં ત્રણ સંવર્ગોમાં પાંચ વર્ષ રૂ.19 હજાર 950ના ફિક્સ પગારે જાહેર થયેલી LRD ભરતીમાં 9 નવેમ્બરને લાભ પાંચમની રાતે 11-59 કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.
લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રાખવામાં આવી છે. તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય સરકારે લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રખાઈ છે. શારીરિક કસોટીમાં પાસ થનારા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં બેસી શકશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં પૂર્ણ કરી લેવાની રાજ્ય સરકારની યોજના છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત