Homeગુર્જર નગરીઅમદાવાદ: પરીક્ષાના બંદોબસ્તમાં ગયેલા કોન્સ્ટેબલે મહિલા શિક્ષિકાની છાતીને સ્પર્શ કર્યો અને...

અમદાવાદ: પરીક્ષાના બંદોબસ્તમાં ગયેલા કોન્સ્ટેબલે મહિલા શિક્ષિકાની છાતીને સ્પર્શ કર્યો અને…

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના નરોડમાં ખાખી ફરી શરમજનક સ્થિતિમાં મૂકાઈ છે. કોન્સ્ટેબલે મહિલા શિક્ષિકા સાથે કરેલી હરકતના કારણે સમગ્ર ગુજરાતનું વાતાવરણ ડહોળાયું છે. મહિલા શિક્ષિકા જ્યારે પરીક્ષામાં નિરીક્ષક તરીકેનું પોતાનું કામ પતાવીને જઈ રહ્યા હતા ત્યારે ખાખી ડ્રેસમાં રહેલા મહિપતસિંહ ગોહિલે મહિલાના છાતીના ભાગે હાથ રાખી દીધો હતો. મહિલાએ શોરબકરો કરતા ભીડ એકઠી થઈ ગઈ થઈ ગઈ હતી અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે જે મહિલાની છેડતી થઈ છે તેમની વય 42 વર્ષની છે અને તેઓ છેલ્લા આઠેક વર્ષથી શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે. ગઈકાલે શનિવારની તારીખ 17-7-2021ના રોજ ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા આસિસ્ટન્ટ ટ્રાયબલ ડેવલપમેન્ટ અધિકારી વર્ગ-3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોય અહીં પોલીસ પણ બંદોબસ્તમાં લાગેલી હતી. મહિલા શિક્ષિકા નિરીક્ષક તરીકે નરોડામાં આવેલી શાળામાં પોતાની કામગીરી પૂર્ણ કર્યા બાદ ઘરે જઈ રહ્યા હતા. તેઓ કમ્પાઊન્ડમાં પોતાનું એક્ટિવા કાઢી ઘર તરફ જવા નીકળ્યા જ હતા, કે ખાખી ડ્રેસ પહેરેલો એક વ્યક્તિ તેમની સામે આવી ગયો હતો.

મહિલા કંઈ સમજે એ પહેલા તો તેણે તેમની છાતીના ભાગે હાથ રાખી દીધો હતો અને છેડતી કરી હતી. મહિલા ગભરાઈ ગઈ હતી અને તેણે બુમાબુમ કરી મૂકી હતી. મહિલાની રાડારાડીથી ત્યાં પાંચેક લોકો આવી પહોંચ્યા હતા. પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ રાજુભા ગોહિલને પકડી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી જ્યાં તેની સામે છેડતીની ફરિયાદ નોંધાઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments