Homeગામનાં ચોરેમુંબઈ જળબંબાકાર: આખી રાત વરસેલા વરસાદના કારણે 14નાં મોત

મુંબઈ જળબંબાકાર: આખી રાત વરસેલા વરસાદના કારણે 14નાં મોત

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં શનિવાર રાતથી ચોમાસુ કહેર બનીને વરસી રહ્યું છે. શનિવારની મોડી રાતથી શરૂ થયેલો વરસાદ રવિવારની સવારથી પણ ચાલુ જ છે. જેથી ભીષણ તબાહી સર્જાય છે. ભારે વરસાદના કારણે દેશની આર્થિક રાજધાનીનું જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેન ઠપ્પ થઈ ગઈ છે. બીજી બાજુ રસ્તાઓ મીની તળાવમાં ફેરવાઈ ગયા છે. નીચાણવાળા કેટલાય વિસ્તારોમાં પાણી ઘુસી ગયું છે. રાત આખી મુંબઈગરોએ અજંપામાં વિતાવી છે.

ભારે વરસાદના કારણે ચમ્બુરમાં દિવાલ પડી જતાં અગિયાર લોકોના મોત થયા છે. બીજી બાજુ વક્રોલીમાં દિવાલ પડવાના કારણે ત્રણ લોકોનાં મોત થઈ ચૂક્યા છે, તો કેટલાય લોક ઘાયલ છે, જ્યારે કેટલાય લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ અભિયાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

મુંબઈની સ્થિતિ એવી થઈ ચૂકી છે કે રસ્તાઓ, રેલવે ટ્રેકો સુધી ઘૂંટણસમા પાણી ભરાયા છે. મૂશળધાર વરસાદના કારણે મુંબઈના હનુમાન નગરથી લઈને કાંદિવલી વિસ્તારના લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયું છે. આખી રાત પડેલા વરસાદ બાદ સવારમાં લોકોને વધારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈના સૌથી વ્યસ્તમાંથી એક ગાંધી માર્કેટ વિસ્તારમાં અનહદ પાણી ભરાવાના કારણે યાત્રિઓ પ્રભાવિત થયા છે.

મુંબઈ સહિત તેની આસપાસના વિસ્તારોમાં આખી રાત સુધી વરસાદ પડ્યો હતો અને કેટલાય વિસ્તારોના લોકોએ ભયના ઓથાર તળે આખી રાત કાઢી હતી. સાંબેલાધાર વરસાદના પગલે મુંબઈનું સિયોન રેલ્વેસ્ટેશન જળબંબાકાર થઈ ગયું છે. સિયોનના મુખ્ય વિસ્તાર સુધી કમર લગી પાણી ભરેલા છે. હવામાન વિભાગે મુંબઈ માટે રવિવારે પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. જેથી આજનો દિવસ પણ મુંબઈવાસીઓ માટે આકરો રહેવાની સંભાવના છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments