Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં શિક્ષકોની કામગીરી પર ઉઠેલા સવાલ બાદ હવે અમદાવાદના શિક્ષકોને એક નવતર કામગીરી સોંપવામાં આવી છે. શિક્ષકો જેમણે વેક્સિન ન લીધી હોય તેમને ફોન કરે છે અને વેક્સિન લેવા માટે પોરસ ચડાવે છે. કસ્ટમર કેર જેવી આ સર્વિસમાં શિક્ષકોને હાસ્યાસ્પદ સવાલના જવાબ મળે છે. કોઈ કહે છે કે અમે ન લઈએ એમાં તમને શું વાંધો છે? તો કોઈ બંને ડોઝ લઈ લીધા છે પણ સર્ટિફિકેટ નથી મળ્યું ના ગપગોળા ચલાવી શિક્ષકોને મીઠી મૂંઝવણમાં મૂકી દે છે.
ગુજરાતના મહાનગર અમદાવાદમાં વેક્સિનની પ્રક્રિયામાં ત્વરિતતા લાવવામાં આવી. પ્રધાનમંત્રીના જન્મદિવસે યેનકેન પ્રકારે કિર્તીમાન ખડકી દેવામાં આવ્યો. અમદાવાદની પ્રતિષ્ઠિત જગ્યા અને વ્યાવસાયિક કે અન્ય ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે જે યાતાયાતનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં પણ વેક્સિન સર્ટિફિકેટ દેખાડવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તોપણ હજુ પાંચ લાખ નાગરિકો બીજા ડોઝથી વંચિત છે. વંચિત છે કે લેવા જ નથી ઈચ્છતા ?
હવે આ મહામારી જેવી જ જવાબદારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને આપવામાં આવી છે. કુલ 2500 શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. જેમાં રોજના 150થી 200 જેટલા ફોન અમદાવાદના પ્રમાદી નાગરિકોને જોડવામાં આવે છે અને તેમની પાસેથી આડેધડ ઉત્તરો શિક્ષકોને મળે છે. આ પ્રક્રિયામાં શિક્ષકોને કડવા અનુભવોમાંથી પણ પસાર થવું પડી રહ્યું છે. કોઈને ફોન જોડતા સામેથી સાહેબ બની ઘઘલાવી નાખે છે તો કોઈ વળી કટાક્ષ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
