Homeગુર્જર નગરીસ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પૂર્વે સંતો સાથે લીધેલા રાસનું થ્રી-ડી એનિમેશન જોઈ...

સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પૂર્વે સંતો સાથે લીધેલા રાસનું થ્રી-ડી એનિમેશન જોઈ હરિભક્તો મંત્રમુગ્ધ

Team Chabuk-Gujarat Desk: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે તારીખ 15 નવેમ્બરે સોમવારની રાત્રે ૧૧:૧૫ કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વે સંતો સાથે લીધેલા રાસનું થ્રી-ડી એનિમેશન શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જેના ૮ મિનિટ અને 33 સેકન્ડના પ્રથમ ભાગના અલૌકિક રાસનું ભવ્યાતિભવ્ય વિમોચન વડતાલ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા જ્ઞાનજીવનદાસજી સ્વામી વગેરે સંપ્રદાયના વરિષ્ઠ સંત ગણ, અને પાર્શ્વગાયક દલેર મહેંદીના હસ્તે વિશાળ સભામંડપમાં હજારો હરિભક્તો દર્શનાર્થીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ભગવાન શ્રી સ્વામિનારાયણના અલૌકિક થ્રીડી રાસના વિમોચન સાથે જ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઇન જોડાયેલા દેશવિદેશના હજારો દર્શકોએ ભગવાનના થ્રી-ડી રાસને મંત્રમુગ્ધ બની માણ્યો હતો.

સતત એક વર્ષથી કારેલીબાગ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલા દિવ્યતા થ્રી-ડી એનિમેશન સ્ટૂડિયોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ભવ્ય રાસનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું. ભગવાન અને સંતો-ભક્તો દ્વારા રમાયેલા આ રાસને આબેહૂબ કંડારવા માટે સંપ્રદાયના ૧૦૦ જેટલા વિવિધ ગ્રંથો અને સાહિત્યમાંથી સંશોધન કરી રાસને પૂરી પ્રામાણિકતા પ્રાપ્ત થાય એવી સંપૂર્ણ વિગતો જ્ઞાનજીવનદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ સંતોની ખાસ ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવી હતી. અને સંશોધનના આધારે લગભગ કુલ ૨૨ જેટલા સ્થળોએ સ્વામિનારાયણ ભગવાને રાસ લીધેલો જણાય છે. તેમાંથી આ ‘સ્વામિનારાયણ રાસ’ ભાગ – ૧માં કુલ ૬ ગામોના નવ રાસનો સમાવેશ કરાયો છે. બાકીના ગામોમાં લીધેલ રાસનો આગળના ભાગ – ૨ તથા ૩માં સમાવેશ કરાશે. ખાસ આ ‘સ્વામિનારાયણ રાસ’ની હિન્દીમાં પદરચના ગ્રંથોમાંથી મળતી વિગતો મુજબ જ્ઞાનજીવનદાસજી સ્વામીએ જ કરી છે

આ થ્રી-ડીજી એનિમેશનમાં તૈયાર થયેલ ‘સ્વામિનારાયણ રાસ’ ભાગ – ૧ની કામગીરી એક વર્ષ સુધી ચાલી હતી. એનિમેશનના રેન્ડરીંગ માટે સતત ૪ મહિના સુધી ૨૦૦ ઉપરાંત કોમ્પ્યુટરનો ઉપયોગ કરાયો છે. આ ‘સ્વામિનારાયણ રાસ’માં ૨3૫૦ યુનિક કેરેક્ટર્સ અને થ્રી-ડી માટે ૨,૫૦,૦૦૦ લાઈટ વપરાઈ છે. જુદા જુદા ૧૮૦૦ પ્રકારના વસ્ત્રો અને જુદા જુદા ૧૫૦ પ્રકારના દાગીનાઓનો ઉપયોગ કરાયો છે.

whatsapp group join link

આ ‘સ્વામિનારાયણ રાસ’ ભાગ – ૧માં જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આપેલા સ્વર ઉપરાંત ‌ભારતના  સુપ્રસિદ્ધ ગાયકો શાન, દલેર મહેંદી, પાર્થિવ ગોહિલ, કીર્તિદાન ગઢવી, કરશન સાગઠિયા, નારાયણ ઠાકર, ગોવિંદા સરકાર, વગેરે નામચીન અર્ટીસ્ટોએ પોતાનો સુમધુર કંઠ આપ્યો છે.

રાસના આ કીર્તનનું રેકોર્ડિંગ-મિક્સિંગ મુંબઇના સુપ્રસિદ્ધ સ્ટૂડિયો યશરાજ, સેવનહેવન, ટ્રીયો, ટ્રીનિટી, એ.બી. અને શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામના ’ટપુ’ તથા કારેલીબાગ, વડોદરાના ’ભજન’ સ્ટૂડિયોમાં કરવામાં અવેલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments