Homeગુર્જર નગરીઅમદાવાદ: ‘આ છોકરાં કોણ છે? તારા બોયફ્રેન્ડ છે?’ કહી યુવકે યુવતીને છરીના...

અમદાવાદ: ‘આ છોકરાં કોણ છે? તારા બોયફ્રેન્ડ છે?’ કહી યુવકે યુવતીને છરીના સાત ઘા ઝીંકી દીધા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં ફરી એક વખત રક્તરંજીત ખેલ ખેલાયો છે. ઓફિસમાં કામ કરતા પોતાના સાથી કર્મચારી હર્ષિલ સાથે યુવતી મૌલી ડીજે પાર્ટીમાં જવાની હતી, જેની જાણ યુવતીના પૂર્વે પ્રેમીને લાગી જતા, તેણે છરીના સાત જેટલા ઘા યુવતીને ઝીંકી દીધા હતા. એટલું જ નહીં તેની સાથે પાર્ટીમાં જઈ રહેલા મિત્રને પણ છરીના ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના એલિસબ્રિજની દેવભુવન સોસાયટીમાં રહેતી 24 વર્ષીય મૌલી વૈષ્ણવને આઠ વર્ષ પહેલાં તેની સાથે જ શાળામાં અભ્યાસ કરતા અંકિત પ્રજાપતિની સાથે મિત્રતા થઈ હતી. બેઉં વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. અંકિત વાતે વાતે શંકા કરતો હોવાથી યુવતીએ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.

શનિવારના રોજ જ્યારે મૌલી તેના મિત્રો હર્ષિલ અને કેતનની સાથે ડીજે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે ક્યાંકથી અંકિત આવી ગયો હતો. તેણે રિલાયન્સ શોપિંગ મોલની પાસે આવી હર્ષિલનું એક્ટિવા અટકાવ્યું હતું અને મૌલીની સાથે જેમ તેમ બોલવા લાગ્યો હતો.

તેણે મૌલીને અન્ય છોકરાઓ સાથે જોતા સવાલો પૂછ્યા હતા કે, ‘આ છોકરાં કોણ છે? તારા બોયફ્રેન્ડ છે? તે આવાં છોકરાં માટે મને છોડી દીધો?’ કહી અંકિતે મૌલીને ગાળો ભાંડી હતી અને પછી ઉપરા છાપરી તેના પેટમાં છરીના સાત જેટલા ઘા ઝીંકી દીધા હતા. તેનો મિત્ર હર્ષિલ વચ્ચે પડ્યો તો તેને પણ છરીના ઘા ઝીંક્યા હતા. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મૌલીએ અંકિતની વિરૂદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments