Homeગુર્જર નગરીઅમદાવાદ: વેક્સિન ન લેનારા 2038 લોકોને સ્થળ પર જ આપી દેવામાં આવી

અમદાવાદ: વેક્સિન ન લેનારા 2038 લોકોને સ્થળ પર જ આપી દેવામાં આવી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં હવે વેક્સિનને લઈ નિયમો કડક બની ગયા છે. વેક્સિન સર્ટિફિકેટ હોય તો જ તંત્રએ નિશ્ચિત કરેલી જગ્યાઓમાં પ્રવેશ મળે છે. અત્યાર સુધી વેક્સિનને લઈ લોકોમાં ખૂબ અફવા ફેલાઈ પણ હવે તંત્ર કડક કાર્યવાહી કરવા લાગ્યું છે. પ્રધાનમંત્રીના જન્મદિવસ પર રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયા બાદ બાકી રહેલા વધુ લોકોને વેક્સિન અપાવવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે.

ગઈકાલે અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ રેકડીધારકોને તંત્ર દ્વારા વેક્સિન લીધી કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું હતું અને જેમણે ન લીધી હોય તેમને વેક્સિન લેવા જણાવ્યું હતું. કેટલાક શાકભાજી વિક્રેતાઓએ તો શાકભાજીની સાથે જ વેક્સિનનું લેમિનેશન કરેલું સર્ટિફિકેટ પણ ચોંટાડી દીધું હતું, જેથી અવાર નવાર કોઈ પૂછપરછ ન કરે.

એવામાં હવે તો અમદાવાદ કોર્પોરેશનની કોઈ પણ જગ્યામાં પ્રવેશ જોઈતો હોય વેક્સિન લેવી ફરજિયાત છે. શહેરના મોલમાં ખૂબ ભીડ રહેતી હોય છે ત્યારે ત્યાં પણ વેક્સિનને લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 27 જેટલા શોપિંગ મોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન જાણકાર મળી હતી કે 8827માંથી 2038 લોકોએ વેક્સિન લીધી નહોતી. આ લોકોને સમજાવી સ્થળ પર જ વેક્સિનની પ્રક્રિયા આરંભી દેવામાં આવી હતી. અત્યાર સુધી મેગા સિટી અમદાવાદમાં 35.59 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ જ્યારે 16.44 લાખ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

જીવન જરૂરિયાતની વસ્તુમાં જેનો સમાવેશ થાય છે અને ઓછું ભાડુ હોવાના કારણે જેનો લોકો મહત્તમ ઉપયોગ કરે છે તેવી AMTS-BRTS બસમાં પ્રવેશ કરવો હોય તો વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે આખરે અમદાવાદના તંત્રએ લાલ આંખ કરતા ગ્રંથાલય, જિમખાના, સ્વિમિંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ જેવી જગ્યાઓએ પ્રવેશ કરવો હોય તો વેક્સિન લેવી પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments