Team Chabuk-Gujarat Desk: માથા પર વાળ ન હોય તો ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે. લાખો લોકોએ કરી છે અને કરાવી રહ્યા છે, પણ કોઈ દિવસ કોઈનું હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં જ મોત થઈ જાય એવું સાંભળ્યું છે? મહેસાણામાં એક યુવકે ત્રણ દિવસ અગાઉ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને તેનું મોત થઈ ગયું. યુવકનું મોત થતાં પરિવારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડોક્ટર પર આક્ષેપ કર્યા છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા ખડોસન ગામમાં રહેતા અરવિંદભાઈ ચૌધરીએ મહેસાણા શહેરના જ ડોક્ટર હિરેનભાઈ ઓઝા પાસે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ત્યારે તો કંઈ નહોતું થયું પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાના ત્રીજા દિવસે એકત્રીસ વર્ષીય યુવક અરવિંદભાઈનું મૃત્યુ થતાં પરિવારજનોએ ડોક્ટર પર આક્ષેપ કર્યા હતા અને મહેસાણા બી. ડિવીઝન પોલીસ મથકમાં તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટના અંગે પ્રકાશ પાડતા બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબે જણાવ્યું હતું કે, યુવક અરવિંદ ચૌધરીએ ત્રણ દિવસ પહેલા જ હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ કરાવી હતી. જે બાદ સવારમાં યુવકનું મોત થયા બાદ પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી હતી. સમગ્ર ઘટનાની હકીકત પેનલ પીએમ બાદ જ બહાર આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત