Team Chabuk-Gujarat Desk: નશો કરનારાને એ શું ખબર કે નશો કર્યાં પછી એ શું કરે છે? કેટલાક ટલ્લી થયેલા આખા ગામને ગાંડા કરી નાખતા હોય છે. આવો જ એક કિસ્સો બન્યો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદમાં ગામે. એક વ્યક્તિ નશાની હાલતમાં હતો અને ત્યાંથી વીજળીના થાંભલા પર ચડી ગયો. તેની આ ઉથનપાનગિરીને જોતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને નશામાં મદહોશ વ્યક્તિને નીચે ઉતારવાના પ્રયાસો આદર્યા હતા.
થોડી વાર માટે નહીં પણ આ વ્યક્તિએ આશરે એક કલાક સુધી ગામના લોકોને મનોરંજન પૂર્ણ પાડ્યું હતું. તો કેટલાક લોકોના વારેવારે જીવ અદ્ધર કરી દીધા હતા. ગામના લોકોને તો લાગતું હતું કે ચોમાસાની સિઝન, એમાં વીજળીના થાંભલાની ઉપર ચડેલા આ વ્યક્તિની સાથે કંઈક અજુગતુ ન બની જાય. લોકો નીચે ઉતારવા મનાવતા હતા પણ તેણે જાણે મનમાં ગાંઠ વાળી લીધી હોય તેમ ઉતરતો જ નહોતો. આખરે વીજળીના થાંભલાના રખેવાડને જ એટલે કે વીજ કર્મચારીઓ પાસે આ કેસ ગયો હતો.
ઉહાપોહ મચાવતા અને ઉતરવા ન માગતા આ યુવક અંગે સરપંચ વિશાલ પટેલે પોલીસ અને જીઈબીની ટીમને જાણકારી આપી હતી. ખબર મળતા તાત્કાલિક ટીમ દોડી આવી હતી અને પહેલા તો અજુગતો બનાવ બને એ પહેલા વીજ પ્રવાહ બંધ કરી દીધો હતો. આ વ્યક્તિને નીચે ઉતારવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે ભાઈ તો ટલ્લી છે. પોલીસ તેને સ્ટેશને લઈ ગઈ હતી અને અહીં વ્યક્તિ વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત