Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં પરિણીતાએ પોતાના જ પરિવારજનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલા દ્વારા પોતાના પરિવાર પર એવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે પરિવારના લોકો તેને લગ્ન બાદ ઘરકામ બાબતે ત્રાસ આપતા હતા. સગર્ભા હતી ત્યારે પણ તેની પાસે કામ કરાવતા હતા. એટલું જ નહીં મહિલાએ કહ્યું છે કે, તેણે તેના પતિ અને જેઠાણીને હમબિસ્તર થતાં જોઈ લીધા હતા.
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન 2017માં ખેડામાં થયા હતા. લગ્ન બાદ તેણે ઘણા સપનાઓ સજાવીને રાખ્યા હતા પણ સાસરિયે ગયા બાદ નકામા ઠર્યા હતા. લગ્નના ત્રણ મહિનામાં જ તેને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો. તેની પાસે ઘરનું બધું કામ કોઈ નોકરાણીની જેમ કરાવવામાં આવતું હતું. તેને ભરપેટ ખાવાનું પણ આપવામાં આવતું નહોતું. ઉપરથી તેની જેઠાણી અને જેઠ તેના પતિને પરીણીતાની વિરૂદ્ધ ઉશ્કેરતા હતા.
મહિલા દ્વારા ફરિયાદમાં સારરિયાઓ વિરૂદ્ધ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેના પેટમાં બાળક હતું છતાં તેની યોગ્ય તકેદારી રાખવામાં આવી નહોતી. એ જ્યારે પુત્ર જન્મ બાદ સાસરિયે ફરી ગઈ ત્યારે તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તેના જેઠ અમદાવાદની કંપનીમાં કામ કરતા હોય ચાર ચાર દિવસે આવતા હતા. જેના કારણે પરિણીતાના પતિ અને જેઠાણી વચ્ચે આડા સંબંધો બંધાયા હતા.
આ જ રીતે એક વખત જેઠાણી અને પોતાના પતિને એક ખાટલામાં કઢંગી હાલતમાં જોઈ લેતા પરિણીતાએ તેમને સવાલો પૂછ્યા હતા. જેના જવાબમાં તેનો પતિ તેના પર ગુસ્સે ભરાયો હતો અને તેને મારા પણ માર્યો હતો. થોડા સમય બાદ તો સાસરિયાઓની માગમાં વધારો થવા લાગ્યો હતો. તેને પિયરમાંથી દહેજ લાવવાની ફરજ પાડવામાં આવતી હતી. આ અંગેની વાત જ્યારે મહિલાએ પોતાના પિતાને કહેવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ પરિણીતાને માર મારવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના હાલ પોલીસ મથકે નોંધાઈ છે. મહિલાનું કહેવું છે કે તેનો પતિ તેને છૂટાછેડા આપી અન્ય કોઈ સાથે લગ્ન કરી લેશે એવી ધમકી આપે છે, જ્યારે સાસરિયા પક્ષના લોકો પિયરિયાંને એમ કહી ધમકાવે છે કે તેને સાસરિયે ન મોકલતા નહીં તો મારી નાખીશું. ગૃહ કંકાસની આ સમગ્ર બાબતોને ધ્યાનમાં લઈને મહિલા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત