Homeગુર્જર નગરીઅમદાવાદમાં ‘ભાભી અહીં આવો’ કહી યુવકે ચડ્ડો ઉતારી મહિલાને બાથમાં ભીંસી દીધી

અમદાવાદમાં ‘ભાભી અહીં આવો’ કહી યુવકે ચડ્ડો ઉતારી મહિલાને બાથમાં ભીંસી દીધી

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરના વાસણા પોલીસ મથક ખાતે એક વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ પુરુષ વિરૂદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી છે. મહિલા જ્યારે વાસણ ઉટકી રહી હતી ત્યારે દૂરથી એક વ્યક્તિ તેને તાકી રહ્યો હતો. મહિલા કશું વિચારે તે પહેલા એ વ્યક્તિની તેના ઘરમાં પધરામણી થઈ ગઈ હતી.

મહિલાની આંખો ત્યારે ફાટીની ફાટી રહી ગઈ જ્યારે તેણે પોતાનો ચડ્ડો ઉતારી નાખ્યો અને કહ્યું, ‘ભાભી અહીં આવો.’ એ પછી તેણે મહિલાને બાથમાં ભીંસી લીધી હતી અને જમીન પર સુવડાવવાની કોશિશ કરવા લાગ્યો હતો. જોકે આ આ ઘટનામાં મહિલાએ બુમબરાડા મચાવતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને બાદમાં આ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી.  

આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ 35 વર્ષીય આ મહિલા રવિવારની સાંજે પોતાના ઘરના ઉપરના માળ પર વાસણ સાફ કરતી હતી. મહિલાના પતિ નારણપુરા ખાતે નોકરી કરે છે જ્યારે તેને સંતાન પણ છે. આ વખતે દિપક નામનો યુવક મહિલાની સામે ત્રાટક કરી રહ્યો હતો. મહિલાને શંકા જતાં તેણે પાડોશમાં રહેતી મહિલાને પોતાના ઘરમાં બોલાવી હતી. પાડોશી મહિલા આ પરિણીતાના ઘરમાં જ્યારે કોઈ વસ્તુ મૂકવા માટે ગઈ ત્યારે દીપક પોતાની બદનિયતના ઈરાદે ઘુસી ગયો હતો..

મહિલા કંઈ સમજે વિચારે તે પહેલા વાસણ ઉટકતી હતી ત્યાંથી તેનો હાથ પકડી ખેંચવા લાગ્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે દીપકે પોતાનો ચડ્ડો ઉતારી નાખ્યો અને મહિલાને કહ્યું, ‘ભાભી અહીં આવો.’ આટલા શબ્દો બોલી તે મહિલાને સુવડાવવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો.

દીપકની આ હરકતથી મહિલા બુમ મચાવવા લાગી હતી. માતાની બુમ સાંભળી પુત્ર સહિત ઘરની આસપાસના સ્થાનિકો પણ પહોંચી ગયા હતા. આખરે આ સમગ્ર ઘટના પોલીસ મથકે નોંધાઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments