Homeગુર્જર નગરીઅમદાવાદ: રાતના મહિલા દરવાજો ખુલ્લો રાખી ઉંઘતી હતી અને યુવક શરીરને સ્પર્શ...

અમદાવાદ: રાતના મહિલા દરવાજો ખુલ્લો રાખી ઉંઘતી હતી અને યુવક શરીરને સ્પર્શ કરવા માટે આવ્યો…

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં છાશવારે બની રહેલા છેડતી અને શોષણનાં કેસોએ પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે. મોટાભાગે મહાનગરોમાં આ બનાવો રોજબરોજ બની રહ્યા છે. આ વખતે અમદાવાદ શહેરમાં એક મહિલાનાં ઘરમાં વોશરૂમનો ઉપયોગ કરવા માટે ઘુસેલા બળદિયાંએ અડપલાં કર્યા છે. થોડા સમય પહેલા અમદાવાદના પોશ વિસ્તાર ચાંદખેડામાં પણ રૂમ પાર્ટનરનાં એક મિત્રએ ઊંઘી રહેલી એર હોસ્ટેસના શરીરને સ્પર્શ કર્યો હતો. જે ત્યાં પાર્ટી કરવા માટે આવ્યો હતો.

સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ આ યુવતી ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. રવિવાર હતો અને રાતનો સમય હતો. ઉકળાટ થતો હોવાનાં કારણે તેણે ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. યુવતી ઉંઘતી હતી ત્યારે તેનાં ગાલના ભાગે કોઈ સ્પર્શ કરતું હોય તેવું તેને લાગ્યું હતું. યુવતી જાગી ગઈ હતી અને પકડાઈ જવાની બીકે યુવક દોડીને ભાગવા લાગ્યો હતો.

જોકે યુવકની ભાગદોડ લાંબી ન ચાલી. યુવતીની સ્પર્શ કરી ભાગી રહેલા યુવકને લોકોએ પકડી પાડ્યો હતો. તેને જ્યારે ઘરમાં ઘુસવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે વોશરૂમ કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું, પણ યુવતીએ તેના પર આક્ષેપ કર્યાં હતાં કે તે તેના શરીરને અડકી રહ્યો છે. હાલ શારીરિક અડપલાંની આ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. અડપલાં કરનારા આ બળદિયાંનું નામ જિજ્ઞેશ પટેલ સામે આવ્યું છે. પોલીસે તેની સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments