Homeગુર્જર નગરીઅલ્પેશ ઠાકોરનું ધડમાથા વિનાનું નિવેદન, બોગસ ડોક્ટરોની કામગીરીને વંદનીય ગણાવી

અલ્પેશ ઠાકોરનું ધડમાથા વિનાનું નિવેદન, બોગસ ડોક્ટરોની કામગીરીને વંદનીય ગણાવી

Team Chabuk-Gujarat-Desk: સમાજસેવા ત્યાંથી કોંગ્રેસ અને ત્યાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરે ધડમાથા વગરનું તો નિવેદન આપ્યું જ છે પણ સાથે સાથે મૂર્ખ પણ ઠર્યા છે. તેઓ એક ડિગ્રી વિનાના ડોક્ટરની શાબ્દિક પ્રશંસા કરી રહ્યા હોવાથી વિવાદ વકર્યો છે.

ગુજરાતમાં કોરોનાકાળ સમયે ડિગ્રી વગરનાં મુન્નાભાઈ એમબીબીએસનો રાફડો ફાટ્યો હતો. કેટલાયની ધરપકડ કરવામાં આવી હતી જેઓ દર્દીઓનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. એમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર બોગસ ડોક્ટરના સમર્થનમાં આવતા અને આ ડિગ્રી વિનાના મુન્નાભાઈઓની કામગીરીને વંદનીય ગણાવતા વિવાદ થયો છે.

અલ્પેશ ઠાકોરે ડિગ્રી વિનાના ડોક્ટરોનો બચાવ કરતા કહ્યું હતું કે, ‘‘હું સર્વ પ્રથમ એવા લોકોને વંદન કરું છું, એમનો આભાર માનું છું, કદાચ એમને કોઇ ફરજી ડૉક્ટર કહેતું હોય, કોઇ કમ્પાઉન્ડર કે કોઇ નર્સ કહેતું હોય પરંતુ તે ગામડામાં જઇને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરે તેમને કોઇ ગેરકાયદેસર કહેતું હોય તેમ પણ બને. પરંતુ હું આપને એમ કહું છું કે, આ લોકોએ કોરોનાની મહામારીમાં ખૂબ સેવા કરી છે. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું હોય તો તે ગામડાઓમાં પ્રેક્ટિસ કરતાં કમ્પાઉન્ડર, નર્સ કે જેઓ દવાખાનામાં તૈયાર થઇને ગામડાઓમાં સેવા કરી છે, તેવા કહેવાતા ડૉક્ટરોએ આપ્યું છે.’’

અલ્પેશ ઠાકોરના આ વિવાદિત નિવેદન બાદ કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ અલ્પેશ ઠાકોરના નિવેદનને ગેરવ્યાજબી અને સમાજને ગેરમાર્ગે દોરનારું ગણાવ્યું હતું. એમણે આ નિવેદનને સદંતર વખોડી કાઢ્યું હતું. જોકે અલ્પેશ ઠાકોરે પોતાની વાતને એવી રીતે સામે રાખી હતી કે, હું ડોક્ટરોનો સમર્થન કરતો નથી પણ તેમણે કોરોના મહામારીમાં જે કામગીરી કરી તેને બિરદાવું છું.

જોકે આ પ્રકારનું નિવેદન ધડમાથા વગરનું જ ગણવાનું રહ્યું. આ વિષને સંલગ્ન કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે. માની લો કે ડિગ્રી વિનાના દર્દીની સારવારમાં દર્દીનું મૃત્યુ થાય તો? જેને WHOએ વૈશ્વિક મહામારી જાહેર કરી છે એ કોરોનામાં બોગસ ડોક્ટર સારવાર આપે તો ચાલે? તો આટલા બધા ડોક્ટરો આટલા વર્ષ ભણ્યા તેનું શું?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments