Homeગુર્જર નગરીઅમદાવાદ: મહિલાને પોતાની બહેન બનાવી તેની પુત્રી પર આચર્યું દુષ્કર્મ

અમદાવાદ: મહિલાને પોતાની બહેન બનાવી તેની પુત્રી પર આચર્યું દુષ્કર્મ

Team Chabuk-Gujarat Desk: નજીવી વાતમાં થયેલી મુલાકાત બાદમાં ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે તેનો એક કિસ્સો મહાનગર અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દુષ્કર્મનો બનાવ નોંધાયો છે. અહીં યુવકે માતાને બહેન બનાવી ષડયંત્ર રચ્યું હતું, બાદમાં તેની પુત્રીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દસથી વધારે વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતી અને દવાખાનામાં કામ કરતી એક મહિલાની મુલાકાત અન્ય એક મહિલાની સાથે થઈ હતી. થોડા સમય પછી આ મહિલાનો પતિ પણ દવાખાનામાં કામ કરતી મહિલાને મળ્યો હતો. બંને અલગ અલગ ધર્મના હતા, પણ આ પુરુષે મહિલાને પોતાની બહેન માની હતી. આ પુરુષ બાદમાં મહિલાની પુત્રીના સંપર્કમાં આવ્યો હતો. જે સગીર વયની છે. બંને વચ્ચે સોશિયલ મીડિયામાં વાતો થઈ હતી.

આ પુરુષે મહિલાની પુત્રીને ફસાવી એક બે વખત નહીં પરંતુ દસ વખત અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પુત્રી અને બની બેઠેલા ભાઈના સંબંધોની જાણકારી તેની માતાને લાગી ગઈ હતી. તેણે આ સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments