Team Chabuk-Sports Desk: ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ નિરાશાજનક રીતે પૂર્ણ થયો. ટેસ્ટ બાદ ભારતનો વનડે શ્રેણીમાં પણ નામોશીભર્યો પરાજય થયો. વનડે ઈતિહાસમાં આ પાંચમી વખત એવું બન્યું છે કે ભારતીય ટીમનો વ્હાઈટવોશ થયો હોય. આ પૂર્વે વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ ભારતને ક્લિનસ્વીપ કરી ચૂકી છે. આફ્રિકાએ પ્રથમ વખત ભારતીય ટીમનો વ્હાઈટ વોશ કર્યો છે.
લોકેશ-પ્રથમ
2019ના વિશ્વકપ બાદ આ બીજી વખત થયું છે. ટીમનું વનડેનું પ્રદર્શન કથળતું જઈ રહ્યું છે. જેની પાછળનું કારણ ટેસ્ટ અને ટી ટ્વેન્ટી મેચના વધી રહેલા પ્રમાણને પણ માનવું રહ્યું. લોકેશ રાહુલ પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે, જેના નેતૃત્વ નીચે ભારતનો ત્રણ વનડેમાં સજ્જડ પરાજય થયો હોય. એ પૂર્વે જેટલા પણ કેપ્ટન હતા તેમણે ત્રણમાંથી કમસે કમ એક મેચમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.
500 રન પણ થયા અને વીસ વિકેટ પણ પડી
વનડે ક્રિકેટના ઈતિહાસમાં આ ચોથો એવો મેચ હતો જેમાં 500થી વધારે રન પણ બન્યા અને વીસ વિકેટ પણ પડી. આ મેચમાં આફ્રિકાએ તમામ દસ વિકેટ ગુમાવી 287 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ 283 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. પ્રથમ વખત 2001માં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે યોજાયેલી મેચમાં તમામ વીસ વિકેટ પડી હતી અને 500થી વધારે રન પણ થયા હતા. ભારત આ મેચ જીતી ગયું હતું.
સૌથી નાના માર્જીનમાં જીત
આફ્રિકાની ટીમે વનડે શ્રેણીનો ત્રીજો મેચ ચાર રનથી જીત્યો હતો. ભારતની વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકાની આ સૌથી નાના માર્જીનની જીત છે. આ પૂર્વે આફ્રિકાએ 2015માં કાનપુરમાં ભારતને પાંચ રનથી હરાવ્યું હતું. ઈ:સ 2000માં આફ્રિકાની ટીમ ભારત સામે દસ રનથી જીતી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત