Homeગુર્જર નગરીઅમદાવાદ: ‘ધવલ તું મમ્મીનું ધ્યાન રાખજે…’ કહી યુવાને આત્મહત્યા કરી, એજન્સીના લોકો...

અમદાવાદ: ‘ધવલ તું મમ્મીનું ધ્યાન રાખજે…’ કહી યુવાને આત્મહત્યા કરી, એજન્સીના લોકો કરતાં હતાં ટોર્ચર

Team Chabuk-Gujarat Desk: અમદાવાદની એક ગેસ એજન્સી પર પોતાને ત્યાં કામ કરતા ગેસ ડિલેવરી બોયને ટોર્ચર કર્યાનો આરોપ લાગ્યો છે. દુ:ખદ વાત એ છે કે જે વ્યક્તિને ટોર્ચર કર્યો તેણે આત્મહત્યા કરી લીધી છે. અમદાવાદના નરોડામાં રહેતા આ વ્યક્તિએ પોતાની મમ્મીનું ધવલને ધ્યાન રાખવાનું કહી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે એક વીડિયો બનાવ્યો હતો જેમાં ગેસ એજન્સીના ત્રણ લોકો તેને હેરાન પરેશાન કરતા હોય તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. આ અંગે નારોલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાંકરિયાની ગેસ એજન્સી

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે નારોલમાં રહેતા અને કાંકરિયા ખાતે આવેલી એક ગેસ એજન્સીમાં રેવાભાઈ મકવાણા નોકરી કરતા હતા. આત્મહત્યા પૂર્વે રેવાભાઈએ એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેમણે તેમને કનડગત કરતા અને ત્રાસ આપતા ત્રણ લોકોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં મૌલિક, શીતલ અને રેખાના નામનો સમાવેશ થાય છે.

મરતાં પહેલા રેવાભાઈએ શું કહ્યું ?

‘મને એજન્સીના મૌલિક, શીતલ અને રેખા ટોર્ચર કરે છે. મને ફોન કરીને ટોર્ચર કરવામાં આવે છે. હું આ લોકોને કારણે જ આત્મહત્યા કરું છું. આ 3 લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મારે કોઈના પૈસા આપવાના બાકી નથી. 12,000 ઉપાડ મેં લીધો છે. ગાડીના 10 હપ્તા બાકી છે. 4 વર્ષમાં મારો ફંડ જમા થયો છે. ધવલ તું મમ્મીનું ધ્યાન રાખજે.’ આ અંતિમ શબ્દો બોલી રેવાભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. પરિવાર હવે આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવશે. હાલ પરિવાર રેવાભાઈના પોસ્ટમોર્ટમ અને અંતિમવિધિની તૈયારીમાં લાગ્યું છે. પોલીસ પાસે વીડિયો અને આત્મહત્યાની નોટ આવી છે તેવું નારોલના ઈન્ચાર્જ પી.આઈ એચ.વી.સીસીરાએ જણાવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments