Homeગામનાં ચોરેVIDEO: ગૌ માંસ લઈ જઈ રહ્યાંની શંકામાં યુવકની પીટાઈ, તપાસમાં સામે આવ્યું...

VIDEO: ગૌ માંસ લઈ જઈ રહ્યાંની શંકામાં યુવકની પીટાઈ, તપાસમાં સામે આવ્યું કે ગૌ માંસ હતું જ નહીં

Team Chabuk-Gujarat Desk: મથુરામાં ગૌ માંસ લઈ જઈ રહ્યાની શંકા રાખી કેટલાક લોકોએ એક વ્યક્તિને ખૂબ ખરાબ રીતે માર માર્યો હતો. અહીં જાનવરોનાં હાડકાં અને ખાલથી લદાલદ એવા એક પીકઅપ વાનને ગ્રામીણોએ પકડી લીધું હતું. એ પછી ડ્રાઈવર અને અન્ય બે લોકોને ચામડી ઉતરડી નાખે તે રીતે માર્યા હતા. પોલીસે પીડિતોને આ ઈસમોથી છોડાવ્યા હતા અને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, રવિવાર 20 માર્ચના રોજ મોડી રાત્રે મથુરાના જૈત પોલીસ ક્ષેત્રના ગોવર્ધન રોડ પરથી એક પીકઅપ વાન પસાર થઈ રહ્યું હતું. આ ગાડી જેવી રાલ વિસ્તારની નજીક પહોંચી ત્યારે અનિયંત્રિત થઈ ગઈ અને પલટી ગઈ હતી. ગાડી પલટી મારી જતાં તેમાંથી જાનવરોનાં હાડકાં અને ચામડી નીચે પડી ગઈ હતી. જાનવરોના અવશેષ જોતા ગ્રામીણ લોકો ભડકી ગયા હતા અને ગાડીના ડ્રાઈવર આમિર સહિતના બે લોકોની સાથે મારપીટ શરુ કરી દીધી હતી. આ ઘટનાના વાઈરલ થયેલા વીડિયોમાં કેટલાક ગ્રામીણ પીકઅપ ડ્રાઈવરને એક રૂમમાં બંધ કરી હાથમાં જે વસ્તુ આવે તે લઈ મારી રહ્યા છે.

આ ઘટનાને લઈ મથુરા શહેરના એસપી માર્તંડ પ્રકાશ સિંહે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, રવિવારના રોજ 20 માર્ચે એક પીકઅપ ગાડી ગોવર્ધનથી હાથરસના સિકંદરા જઈ રહી હતી. તેને રાલ વિસ્તારમાં ગ્રામીણો અને અન્ય કેટલાક વ્યક્તિઓ દ્વારા રોકવામાં આવી. ગાડીમાં ગૌ માંસ હોવાની શંકાના આધારે અન્ય વ્યક્તિઓને બંધક બનાવી તેમની સાથે મારપીટ કરવામાં આવી. સૂચના મળતા પોલીસે તાત્કાલિક બંધક બનાવેલા લોકોને છોડાવ્યા હતા. તેમને હોસ્પિટલમાં ભરતી કરાવી સારવાર કરાવવામાં આવી.

મથુરા શહેરના એસપી માર્તંડ પ્રકાશ સિંહે પ્રાથમિક તપાસમાં સામે આવેલા તથ્યોને મીડિયાની સમક્ષ રાખ્યા હતા, તેમણે કહ્યું કે, તપાસમાં પ્રાથમિક દૃષ્ટીએ એ વાત સામે આવી છે કે રામેશ્વર વાલ્મીકી જે ગોવર્ધનનો રહેવાસી છે, તેને ગ્રામીણ સ્વચ્છતા મિશન હેઠળ મૃત પશુઓના અવશેષ નિસ્તારણ કરવા માટે જિલ્લા પંચાયતે લાઈસન્સ આપેલું છે. તેના દ્વારા જ જાનવરોના આ અવશેષ મોકલવામાં આવી રહ્યા હતા. જ્યારે આ ગાડી રાલ વિસ્તારમાં પહોંચી ત્યારે તેમાં ગૌ માંસ હોવાની સૂચના પર આ ઘટના બની. અત્યાર સુધીની તપાસમાં એ સામે આવ્યું છે કે પીકઅપ વાનમાં કોઈ ગૌમાંસ નહોતું. તપાસમાં ઘાયલ લોકોની ફરિયાદના આધારે કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. મેડિકલ અને અન્ય સાક્ષીઓના આધાર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments