Homeગામનાં ચોરેઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50નો વધારો, પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધ્યા

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50નો વધારો, પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધ્યા

Team Chabuk-National Desk: પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મોંઘવારીનો માર સહન કરવા જનતાએ તૈયાર થઈ જવું પડશે. આજથી જ એલપીજી સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 6 ઓક્ટોબર 2021 બાદ આજે ફરી વધ્યા છે.

આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગયો છે. હવે અમદાવાદમાં રાંધણગેસનો એક બાટલો 956.50ની આસપાસ મળશે. જ્યારે દિલ્હીમાં આ ભાવ રૂ. 949.50 રહેશે. 19 KG કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે રૂ. 2003.50 થઈ ગયો છે.

ઘરેલુ ગેસ સિલિન્ડરની સાથે સાતે પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 89 પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ અમદાવાદમાં નવા ભાવ પ્રમાણે પેટ્રોલનો ભાવ રૂ. 96 પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય મોટાં શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. 95.30 ચાલી રહ્યો હતો, જે આજે મધ્યરાત્રિથી બદલાઈ ગયો છે, જ્યારે રાજકોટમાં ડીઝલનો ભાવ લિટરદીઠ રૂપિયા 88.89થી વધી રૂપિયા 89.74 થઈ ગયો છે. વધેલા ભાવ આજ સવારે 6 વાગ્યાથી લાગૂ થઈ ગયા છે. પેટ્રોલ- ડીઝલના ભાવમાં છેલ્લા 137  દિવસથી વધારો થયો નહતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments