Homeદે ઘુમા કેઅલવિદા શેન વોર્ન: ધ કિંગ ઓફ સ્પિન

અલવિદા શેન વોર્ન: ધ કિંગ ઓફ સ્પિન

Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર અને સ્પિનના જાદુગર એવા શેન વોર્નનું 52 વર્ષની વયે નિધન થતા તેમના ફેન્સ અને ક્રિકેટ રસીયાઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માહિતી મળી રહી છે કે હ્રદયરોગના હુમલાના કારણે તેમનું થાઈલેન્ડમાં નિધન થયું છે. જાણકારી પ્રમાણે શેન વોર્ન પોતાના વિલામાં ઉપસ્થિત હતા જ્યાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. નિધનના બરાબર 12 કલાક પહેલા વોર્ને રોડ માર્શના નિધન પર ટ્વીટ કર્યું હતું અને શોક વ્યક્ત કર્યો હતો. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, તેઓ આપણી રમતના મહાન ખેલાડી હતા. તેમણે અસંખ્ય યુવાનો અને યુવતીઓને પ્રેરિત કર્યાં.

ક્રિકેટ ઈતિહાસના બીજા સૌથી શ્રેષ્ઠ સ્પિનર

વોર્નના નામે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન બાદ સર્વાધિક વિકેટ લેવાનો કિર્તીમાન હતો. તેમણે વર્ષ 1997થી 2007 સુધીમાં 145 ટેસ્ટ મેચ રમી, જેમાં 25.41ની એવરેજ સાથે 708 વિકેટ લીધી. બીજી તરફ મુરલીધરને ટેસ્ટમાં 800 વિકેટ લીધી છે. 1993થી 2005 સુધીમાં તેમણે 194 વનડેમાં 293 વિકેટ લીધી હતી. 1999ના વિશ્વકપની વિજેતા ટીમમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. મુરલીધરન બાદ વોર્ન જ એક માત્ર ખેલાડી હતા જેમણે વનડે અને ટેસ્ટમાં મળીને 1000 ઉપર વિકેટ લીધી હતી.

ભારત સામે કારકિર્દીની શરૂઆત

શેન વોર્ને ભારતની વિરૂદ્ધ 1992માં સિડની ટેસ્ટમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ વર્ષ 2007ની સાલમાં ઈંગ્લેન્ડની વિરૂદ્ધ સિડનીના મેદાનમાં જ રમી હતી. જ્યારે વોર્ને નિવૃત્તિ લીધી એ સમયે ઓસ્ટ્રેલિયાના અન્ય ત્રણ ખેલાડીઓએ પણ ટીમમાંથી સંન્યાસની ઘોષણા કરી હતી. જેમાં ગ્લેન મેકગ્રા, ડેમિયન માર્ટિન અને વર્તમાન સમયે ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરનો સમાવેશ થાય છે. આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ શેન વોર્ને હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યું હતું. 2008માં આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સ માટે સુકાની તરીકેની ભૂમિકા ભજવી હતી અને પ્રથમ આઈપીએલમાં જ ટીમને વિજેતા બનાવી હતી. વોર્ન ક્રિકેટના એવા એક માત્ર ખેલાડી છે જેમણે 3000 પ્લસ રન બનાવ્યા, પણ એકેય સેન્ચુરી ફટકારી નહીં.

વિવાદોથી ભરપૂર કારકિર્દી

વોર્નની કારકિર્દી વિવાદોથી ભરપૂર રહી હતી. તેમની કારકિર્દી જેટલી મેદાનની અંદર ચાલતી હતી તેનાથી કેટલીયગણી મેદાનની બહાર વિવાદોમાં ચાલતી હતી. ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે જ્યારે વોર્નના નામે રમત જગતનું પાનું ન ભરાયું હોય. તેઓ નશીલા પદાર્થનું સેવન કરવાના કારણે દોષિત કરાર દેવામાં આવ્યા હતા. તેમના પર પ્રતિબંધ પણ લાગ્યો હતો. આ સિવાય સટ્ટાબાજીનો આરોપ પણ વોર્ન પર લાગ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments