Team Chabuk-Gujarat Desk: ગઈકાલે અમદાવાદના માનવ મહેરામણથી ઉભરાતા ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસ નામની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. થોડીવારમાં જ આગની લપેટોથી ભજીયા હાઉસ ઘેરાય ગયું હતું. બાદમાં અંદર રહેલો ગેસનો બાટલો ધડાકાભેર ફાટતા હોલિવુડ ફિલ્મ જેવા દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણકારી પ્રાપ્ત થતા ફાયર વિભાગનો સ્ટાફ આઠ ગાડીઓ સાથે પહોંચ્યો હતો અને અગ્નિશમનની કામગીરી આદરી હતી. ભારે જહેમત બાદ ભજીયા હાઉસમાં લાગેલી આગને કાબૂમાં લઈ શકાય હતી. આ દુર્ઘટનામાં નજીક આવેલી અન્ય ચાર દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી.
એવું માનવામાં આવી રહ્યું છે કે ખોખરા સર્કલ પાસે રાયપુર ભજીયા હાઉસમાં લાગેલી આગ બાદ થયેલો બ્લાસ્ટ ગેસના કારણે થયો હતો. આગ લાગી ત્યારે સર્કલ પાસે અને આસપાસના વિસ્તારોમાં લોકોના ટોળા જામ્યા હતા. થોડીવારમાં ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. આગના વીડિયો ઉતારાઈ રહ્યા હતા. એવામાં ધડાકાભેર બ્લાસ્ટ થતા લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટાથી આકાશ કાળુંડિબાંગ થઈ ગયું હતું. આગની દુર્ઘટના બાદ વાઈરલ થયેલા વીડિયોમાં આગની ભયાનકતા દૃશ્યમાન થઈ રહી છે.
આગની ઘટનાના કારણે ફાયર વિભાગના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વાહનોની આડશ મૂકી રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે દોઢ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ રસ્તાનો આવન-જાવન માટે અસંખ્ય લોકો ઉપયોગ કરતા હોય છે. જેથી ટ્રાફિક જામની અગવડતા પણ આગની ઘટના બાદ સર્જાઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત