Homeગુર્જર નગરીરાજકોટઃ ઊનાના શખ્સે રાજકોટની મહિલા સાથે મળી ગર્ભ પરિક્ષણનો ધંધો શરૂ કર્યો,...

રાજકોટઃ ઊનાના શખ્સે રાજકોટની મહિલા સાથે મળી ગર્ભ પરિક્ષણનો ધંધો શરૂ કર્યો, એક પરિક્ષણના આટલા રૂપિયા લેતા

Team Chabuk-Gujarat desk: રાજકોટ પોલીસે ગર્ભપાત કરાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપ છે કે, ઊનાના સામતેર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા નયન ગીરનારા અને રાજકોટની બીના ઉર્ફે મીરા ડેડા ગર્ભ પરિક્ષણ કરવા ઈચ્છતા  લોકોને ઘરે જઈને ગર્ભ પરિક્ષણ કરી આપતા. એટલું જ નહીં જો ગર્ભમાં દીકરી હોય તો આરોપીઓ ગર્ભપાત પણ કરાવતા હોવાનો દાવો કરાયો છે.

પોલીસે બંને આરોપીની આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગર્ભ પરીક્ષણ કરવા માટેનું મશીન, બે મોબાઇલ ફોન, એક કાર સહિત 6 લાખ 87 હજારનો મુદામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ અત્યાર સુધી છેલ્લા 11 માસમાં 20થી વધુ ગર્ભ પરીક્ષણ કર્યા છે.

કેવી રીતે ઝડપાયા આરોપી ?

રાજકોટ શહેરના લક્ષ્મીનગર RMC ક્વાર્ટરમાં રહેતી મહિલા બીના ઉર્ફે મીરા ડેડા ગર્ભ પરીક્ષણ કરાવી આપતી હોવાની ચોક્કસ બાતમી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પોલીસ કર્મી ડમી ગ્રાહક બની ગર્ભ પરીક્ષણ માટે બીના ઉર્ફે મીરાનો સંપર્ક કર્યો હતો. જેના આધારે પોલીસે રણછોડનગર સંતકબીર રોડ પર એક રહેણાંક મકાનમાં બોલાવી ગર્ભ પરીક્ષણ માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ ટ્રેપ સફળ થતા પોલીસે બે બીના અને નયનની ધરપકડ કરી હતી અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ ટ્રેપ દરમિયાન મહિલા પોલીસ હોવાની જાણ થતા જ આરોપી નયનને મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અન્ય પોલીસ સ્ટાફ પહોંચી જતા તે મશીન તોડી શક્યો ન હતો.

આ અંગે પોલીસે જણાવ્યું કે, પકડાયેલા આરોપી પૈકી નયન ગીરનારા ઊનાના સામતેર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતો હોવાથી 11 માસ પહેલા વિદેશથી ગર્ભ પરીક્ષણ માટે મશીન ખરીદ્યુ હતું. રાજકોટની મહિલા બીના રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી ગર્ભ પરીક્ષણ કરાવવા ઇચ્છતી મહિલાનો સંપર્ક કરી બાદમાં રૂપિયા 15 હજારમાં ઘરે જઇ ગર્ભ પરીક્ષણ કરી આપતી હતી. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે, આરોપીઓ અત્યાર સુધીમાં કેટલા ગર્ભપાત કરાવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments