Team Chabuk-Gujarat Desk: અમદાવાદના હાઈ પ્રોફાઈલ ગણાતા થલતેજ વિસ્તારમાં જીમમાં નોકરી કરતી એક મહિલાએ પોતાના પતિની વિરૂદ્ધ જ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી ગઈ છે. લગ્નના ચાર મહિના બાદથી જ પતિ તેની સાથે અમાનવીય વર્તન કરતો હતો, તેણીને મારતો હતો, ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતો હતો, મરજી વિરૂદ્ધ સંબંધ બાંધતો હતો અને દહેજ માટે પ્રતાડિત કરતો હતો. હાલમાં પણ મહિલાની સંમતિ વિના શરીરસંબંધ બાંધતા તેણીની તબિયત બગડી હતી સારવાર લેવા માટે હોસ્પિટલ જવું પડ્યું હતું. આ અંગેની પત્નીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર થલતેજ વિસ્તારમાં રહેતી આ મહિલાની વય 29 વર્ષની છે. પ્રથમ પતિ સાથે છૂટાછેડા થઈ ગયા બાદ તેણી જીમમાં નોકરી કરતી હતી. અહીં આવતા એક પુરુષ સાથે તેને પરિચય થયો હતો. મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી અને વર્ષ 2019માં મહિલાએ કોર્ટમાં તેની સાથે લગ્ન કરી લીધા હતા.
લગ્નના ચાર મહિના સુધી તેના બીજા પતિએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં પતિદેવના તેવર બદલ્યા હતા. દહેજ માટે, ઘરકામ બાબતે તે સતત મારઝૂડ કરતો હતો અને ગાળો ભાંડતો હતો. મહિલા પોતાનો માંડ માંડ થાળે પડેલો ઘર સંસાર બગડે નહીં આ માટે બધું સહન કરતી રહી હતી. મહિલાનું કહેવું છે કે તેનો પતિ તેને ઘરમાંથી કાઢી મૂકવાની અને છૂટાછેડાની ધમકી આપી તેની સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધતો હતો.
અંતે કંટાળીને મહિલા જ્યારે જ્યારે પોલીસ સ્ટેશને જાય ત્યારે તેને સમજાવીને ઘરે પરત લાવતો હતો. 2022ની પ્રથમ જાન્યુઆરીના રોજ પતિએ પત્ની સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યો હતો. તેની તબિયત બગડતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. જે અંગેની ફરિયાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત