Team Chabuk-International Desk: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો અને તેમનું પરિવાર ભારે વિરોધ પ્રદર્શનના કારણે રાજધાની સ્થિત પોતાનું નિવાસસ્થાન છોડી એક ગુપ્ત જગ્યાએ સ્થાનાંતરિત થઈ ગયું છે. માહિતી મળી રહી છે કે કોરોના મહામારી જનાદેશ અને અન્ય સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રતિબંધોને સમાપ્ત કરવાના આહવાનને લઈ શનિવારના રોજ હજારો ટ્રક ચાલક અને પ્રદર્શનકારીઓ રાજધાની શહેરમાં એકત્રિત થઈ ગયા હતા અને પીએમ જસ્ટિન ટ્રૂડોના નિવાસસ્થાનને ચારેબાજુથી ઘેરી લીધું હતું.
આ ટ્રક ચાલકોએ સિત્તેર કિલોમીટર લાંબા કાફલાને ‘ફ્રિડમ કાન્વૉઈ’ નામ આપ્યું છે. ટ્રક ચાલકો કેનેડાના ઝંડાની સાથે આઝાદીની માગ લઈને ઝંડો લહેરાવી રહ્યા છે. પીએમ જસ્ટિન ટ્રૂડોની વિરૂદ્ધ નારેબાજી કરી રહ્યા છે. આ આંદોલનમાં ટ્રક ચાલકોને હજારો અન્ય પ્રદર્શનકારીઓનો પણ ટેકો પ્રાપ્ત થયો છે. જે કોરોના પ્રતિબંધોની વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. રસ્તાઓ પર મોટા મોટા ટ્રક અને તેના હોર્નના અવાજ અવિરત સંભળાય રહ્યા છે. ડ્રાઈવર સતત હોર્ન વગાડી વિરોધ કરી રહ્યાનું બહેરી સરકારને જણાવી રહ્યા છે. અત્યારે ટ્રક સંસંદ પાસે પહોંચી ગયા છે.
Justin Justout ho gaya 🤣😭🤣#JustinTrudeau pic.twitter.com/v2IaIhUy51
— sidha_memer (@Sidha_memer) January 30, 2022
Hello @JustinTrudeau Thand toh nhi lag rahi?? 😂 He Was interfering & encouraging Protest in India & Now facing same in Canada. #TruckersForFreedom2022 #JustinTrudeau pic.twitter.com/3BxizDINCE
— Rosy (@rose_k01) January 30, 2022
Why is #JustinTrudeau running from a “small fringe minority”?#TruckersForFreedom2022 #Ottawa #TruckerConvoy2022 pic.twitter.com/0Z0P0qsm7E
— M.Savagefan (@Boabbysam) January 29, 2022
YOUR TIME IS UP Justin Trudeau #JustinTrudeau #TruckersForFreedom2022 #TruckersForFreedom pic.twitter.com/kp1C1E89I2
— Rosy (@rose_k01) January 30, 2022
What a beautiful sight to see, just a small minority of #Canadians gathering together with love for freedom 💌😂🤣🇨🇦👊#Canada #FREEDOM #LOVE #Truckers #FreedomConvoy2022 #TruckersForFreedom #JustinTrudeau #Canada #Ottawa #TrudeauResign pic.twitter.com/jtRIuMVZ2P
— Pissed Off Canadian (@Love_Infusion) January 27, 2022
#CanadaTruckers #JustinTrudeau
— DharmikDomination (@DharmaDominate) January 30, 2022
Underground ho gaya Justin Laudeau 🤧 pic.twitter.com/VlauuVQ1JI
The Simpson predicted the #truckers convoy in 1999. #JustinTrudeau pic.twitter.com/iD2EWkeD9M
— Slave of Allah (@ian_woodhall) January 29, 2022
શનિવારના રોજ આશરે વીસ હજારથી વધારે ટ્રક ચાલકો અને અન્ય પ્રદર્શનકારીઓ રાષ્ટ્રીય રાજધાની ઓટાવામાં જમા થઈ ગયા હતા. ટ્રક ચાલકોએ અમેરિકાની સીમા પાર કરવા માટે વેક્સિનને ફરજિયાત કર્યું હોવાથી વિરોધ નોંધવ્યો છે. ટ્રક ચાલકો દુર્વાસા એ વાતે પણ થયા છે, કારણ કે થોડા દિવસ પહેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ વિવાદિત નિવેદન આપતા ‘ટ્રક ચાલકોને મહત્વ ન રાખનારા અલ્પસંખ્યક’ કહ્યા હતા. હવે શહેરમાં સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. ઓટાવા જવાના રસ્તા પર ટ્રકોનો સિત્તેર કિલોમીટર લાંબો ખડકલો છે. જેથી અન્ય યાત્રીઓને પણ યાતાયાતમાં તકલીફ પડી રહી છે.
Canadian truckers rule
— Elon Musk (@elonmusk) January 27, 2022
ટ્રક ચાલકોના ઉગ્ર પ્રદર્શનના કારણે પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો અને તેમનો પરિવાર કોઈ ગુપ્ત સ્થળે છુપાય ગયો છે. હાલ કોઈને પણ ખબર નથી કે પ્રધાનમંત્રી પોતાના પરિવારની સાથે કઈ જગ્યા પર ચાલ્યા ગયા છે. જોકે પ્રદર્શનકારીઓ હવે અન્ય શહેરોમાં પણ પ્રવેશ કરી વિરોધનું બ્યૂંગલ ફૂંકવાની તૈયારી કરી ચૂક્યા છે. પ્રદર્શન કરી રહેલા ટ્રક ચાલકોને ટેસ્લા કંપનીના માલિક અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કનું પણ સમર્થન મળ્યું છે. મસ્કે આ વિશે ટ્વીટ કરી કહ્યું છે કે કેનેડાઈ ટ્રક ચાલકોનું શાસન. અને હવે આ આંદોલનનો પડઘો અમેરિકા સુધી દેખાઈ રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત