Homeગામનાં ચોરેચોંકાવનારો સરવે: મોટાભાગના લોકોને વર્કફ્રોમ હોમ ફાવી ગયું ઓફીસ જવાનું નામ નથી...

ચોંકાવનારો સરવે: મોટાભાગના લોકોને વર્કફ્રોમ હોમ ફાવી ગયું ઓફીસ જવાનું નામ નથી લેતા

Team Chabuk-Gujarat Desk: વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે રોજબરોજના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. એમાંનું એક પરિવર્તન નોકરીના સ્વરૂપમાં પણ આવ્યું છે. લોકોને કોરોના સામે બચાવવા અને સુરક્ષિત રાખવા માટે સમગ્ર વિશ્વમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ઓફીસ જવાના બદલે ઘરેથી કામ કરવાનું નવી પ્રણાલી શરૂ થઈ છે.

કેટલા લોકોને વર્કફ્રોમ હોમ પસંદ?

રોજગાર સંબંધિત વેબસાઈટ સાઈકીના ટેક ટેલેન્ટ આઉટલુક રિપોર્ટ અનુસાર કોરોના મહામારીના કારણે પહેલા કર્મચારીઓ ઘરે બેઠા ઓફિસનું કામ કરવાની વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા શરૂ કરાઈ હતી. તે આજે બે વર્ષ બાદ નવું ચલણ બની ગઇ છે. વર્ક ફ્રોમ હોમ લોકોના જીવનનો હિસ્સો બની ગઈ છે.  ટેલેન્ટ ટેક આઉટલુકના રિપોર્ટમાં કરવામાં આવેલા સરવે મુજબ 82 ટકાથી વધુ લોકો ઓફિસના બદલે ઘરેથી જ કામ કરવા માગે છે.

CEO અને HR મેનેજરના મંતવ્યો

ટેક ટેલેન્ટ આઉટલુક 2022માં ચાર મહાદ્વીપના 100થી વધુ એકઝેક્યુટિવ ઓફિસર અને એચ.આર. અધિકારીઓ પાસેથી પ્રતિભાવ લઈ તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ સરવે ઈન્ટરવ્યૂ, સોશિયલ મીડિયા અને પેનલ ચર્ચા દ્વારા કરવામાં આવ્યો છે.  સરવેમાં 64% કર્મચારીઓએ કહ્યું કે ઘરેથી કામ કરવાના કારણે તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને તણાવ ઓછો રહે છે. 80 ટકાથી વધુ એચ. આર. મેનેજરોએ કહ્યું કે હાલ ફુલ ટાઇમ ઓફિસમાં કામ કરવવાળા કર્મચારીઓ શોધવા મુશ્કેલ થઇ રહ્યા છે.  ૬૭ ટકા થી વધુ કંપનીઓએ પણ કહ્યું કે ઓફિસમાં રહી કામ કરનારા કર્મચારીઓ શોધવા મુશ્કેલ થઈ રહ્યા છે.

વર્કફ્રોમ હોમ ફાયદાકારક

હાલ બદલાયેલા માહોલમાં વર્ક ફ્રોમ હોમ નવું ચલણ બની ગયો છે. આજના ટેકનોલોજીના યુગમાં કર્મચારીઓ પણ પોતાની કંપની પાસે આ જ અપેક્ષા રાખે છે. જે કંપની વર્ક ફ્રોમ હોમનું ચલણ અપનાવવા તૈયાર ન થાય તો તેને પ્રતિભાવાળા લોકોને કંપનીમાં ભરતી કરવા અને કમ્પનીમાં કામ કરતા લોકોને જોડી રાખવા ખૂબ મુશ્કેલ થતું જાય છે.  સરવેમાં એ પણ જાણવા મળ્યું કે હાલ કર્મચારી અને કંપની, બંને માટે વર્ક ફ્રોમ હોમ લાભદાયક છે

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments