Team Chabuk-Gujarat Desk: અમદાવાદની એક મહિલા તેના પતિથી અલગ રહેતી હતી. એવામાં મહિલા તેના ભાઈના મિત્રની સાથે સંપર્કમાં આવી હતી. ભાઈના મિત્રએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર શરીર સુખ માણ્યું હતું. મહિલાએ જ્યારે આ યુવકને પૈસા આપવાનું બંધ કરી દીધું તો યુવકે તેને તેના નગ્ન ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ધમકી આપી હતી. પાંચ દિવસ પહેલા આ પ્રેમી મહિલાના ઘરમાં ઘુસી ગયો હતો અને છરીની અણી બતાવી મહિલાને ધમકાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
લગ્નની લાલચ આપી શરીર સુખ માણ્યું
આ મહિલાને પતિ સાથે મનમેળ રહેતો ન હોવાથી પોતાના બે પુત્રોની સાથે અલગ રહે છે. એવામાં ભાઈનો મિત્ર વિશાલ તેણીના ઘરે વારંવાર આવતો હોવાથી બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. વિશાલે મહિલાને લગ્નની લાલચ આપી હતી અને તેની સાથે અવારનવાર શરીર સુખ માણતો હતો. મહિલાના પૈસે લીલા લહેર કરતો હતો. મહિલાના પૈસાથી જ તેણે બાઈક પણ ખરીદી હતી.
તારી નગ્ન તસવીરો વાઈરલ કરી દઈશ
વાત હદ કરતા વધારે આગળ વધતી હોવાથી મહિલાએ યુવકને પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. જેથી વિશાલે તેને ધમકી આપી હતી કે પૈસા નહીં આપીશ તો હું તારી નગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર ફેરવી નાખીશ. વિશાલ મહિલાને ધમકી આપતો હોવાથી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 5 ફેબ્રુઆરી 2022ના રોજ રાતના દસ વાગ્યે મહિલા જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે વિશાલે છરીની અણીએ મહિલાને ધમકાવી હતી અને જો તું રાડો પાડીશ તો તને મારી નાખીશની ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે આરોપી વિશાલની ધરપકડ કરી છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ