Team Chabuk-Business Desk: અદાણી સમૂહના વડા ગૌતમ અદાણીએ રિલાયન્સ ગ્રુપના ધનકુબેર મુકેશ અંબાણીને કમાણી બાબતે ફરી પાછળ રાખી દીધા છે. એક દિવસ પહેલા જ અંબાણી અદાણીથી આગળ નીકળી ગયા હતા અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. જોકે આજે ફરી એક વખત એશિયાના અવ્વલ ધનકૂબેરનો દરજ્જો અદાણીએ પ્રાપ્ત કરી લીધો છે. હાલ આ સમગ્ર અઠવાડિયે અદાણી અને અંબાણીની વચ્ચે એશિયાના નંબર વન ધનાઢ્યપતિ બનવાની હોડ જામી છે.
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિનિયર ઈન્ડેક્સના જણાવ્યા અનુસાર ગુરૂવારના રોજ અદાણીની સંપત્તિમાં 2.1 અરબ ડોલરનો વધારો થયો હતો. એ સાથે જ અદાણી પુન: એશિયાના ધનાઢ્ય વ્યક્તિ બની ગયા હતા. બુધવારના રોજ ફરી નંબર વનના સ્થાનમાં પલટો આવતા અંબાણીએ પોતાની પરંપરાગત પોઝિશન સંભાળી હતી અને અદાણી બીજા સ્થાને ખસી ગયા હતા.
વિશ્વમાં જો વાત કરીએ તો ટોપ દસ અમીરોની સૂચિમાં અદાણી હવે 91.2 અરબ ડોલરની નેટવર્થ સાથે દસમાં નંબર છે. જ્યારે મુકેશ અંબાણી 91.0 અરબ ડોલરની કમાણી સાથે અગિયારમાં સ્થાન પર છે. ત્રણ ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીની સંપત્તિનું મૂલ્ય 1.2 અરબ ડોલર ઘટ્યું હતું. આ કારણે અદાણી 12માં સ્થાન પર ચઢીને દસમાં સ્થાન પર પહોંચી ગયા છે.
આ દિવસે જ ડિઝીટલ દુનિયાના બાદશાહ માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં પણ તોતિંગ ઘટાડો નોંધાયો હતો. ઝુકરબર્ગની કંપની મેટા પ્લેટફોર્મની આવકમાં અધધ 29 અરબ ડોલરનો ઘટાડો આવ્યો છે. આ કારણે જ ઝુકરબર્ગ વિશ્વના ટોપ દસ ધનાઢ્યોની સૂચિમાંથી બહાર ફેંકાઈ ગયો છે. હાલ ઝુકરબર્ગ 81.4 અરબ ડોલરની સંપત્તિ સાથે 13માં નંબરના સ્થાને છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
