Homeગુર્જર નગરીઅમદાવાદ: એપ્લિકેશનથી ‘ગે’ વ્યક્તિની સંપર્કમાં આવેલા યુવાનને ખબર નહોતી કે સામે સમલૈંગિકના...

અમદાવાદ: એપ્લિકેશનથી ‘ગે’ વ્યક્તિની સંપર્કમાં આવેલા યુવાનને ખબર નહોતી કે સામે સમલૈંગિકના સ્વાંગમાં આવી વ્યક્તિ છે… એક લાખ ગયા

Team Chabuk-Gujarat Desk: મેગા સિટી અમદાવાદમાં સમલૈગિંક સંબંધનો એક અનોખો કિસ્સો નોંધાયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવક એક અન્ય યુવકના સંપર્કમાં આવ્યો હતો. યુવકે તેની સાથે મિત્રતા કેળવી તેને ભાગવત વિદ્યાપીઠ પાસે બોલાવ્યો હતો. પણ અહીં ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું થયું હતું. યુવક પોતાના ત્રણ મિત્રોનો બોલાવી લાવ્યો હતો અને અજાણી જગ્યાએ લઈ જઈ, માર મારી, મારી નાખવાની ધમકી આપી તેના ખાતામાંથી પેટીએમ દ્વારા એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. સોલા પોલીસે હાલ આ સમગ્ર મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપીને શોધવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

આ યુવક અમદાવાદના એક ચોક્કસ વિસ્તારમાં રહે છે. દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પરિવારમાં પત્ની અને બે બાળકો છે. આ યુવકે પ્લેસ્ટોરમાંથી GRINDR-GAY CHAT નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જ્યાંથી તેની રવિ સાથે મિત્રતા થઈ. રવિએ ખૂદ રિક્વેસ્ટ મોકલી હતી અને મિત્રતા કરી હતી. બાદમાં તેણે યુવકને સાંજના સમયે GRINDR-GAY CHAT એપ્લિકેશન મારફતે સોલાભાગવત ખાતે મળવા સામેથી બોલાવ્યો હતો.

જ્યારે યુવાન તેને મળવા પહોંચ્યો ત્યારે વીસ-બાવીસ વર્ષીય એક યુવાન તેને બાઈકમાં બેસાડી ઘરે લઈ જવા આવ્યો હોવાનું કહ્યું હતું. સોલા ભાગવતથી આગળ આવેલી એક અવાવરું જગ્યાએ તેણે બાઈક ઊભું રાખી દીધું હતું અને અહીં અન્ય ત્રણ યુવકો આવ્યા હતા. તેમણે યુવકને માર માર્યો હતો. બાઈક અને મોબાઈલ છીનવી લીધા હતા અને બળજબરીપૂર્વક મોબાઈલમાંથી પેટીએમ કરાવી એક લાખ રૂપિયાનું ટ્રાન્સફર કરાવી લીધું હતું. આ બધું જોઈ ફરિયાદી યુવાન હતભ્રત થઈ ગયો હતો.

પોતાનું કામ પતી ગયા પછી ફરાર થતા પહેલા આ શખ્સોએ ફરિયાદીને ધમકી આપી હતી કે કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશું. પીડિતે જોયું હતું કે તેના પૈસા કોઈ શિવમ ભાવેશકુમારના ખાતામાં જમા થયા છે. તેણે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ શિવમ પટેલ સહિત ચિંતન ધોળકિયા અને મુકુંદ પ્રજાપતિની ધરપકડ કરી છે. જ્યારે રાહુલ નામનો એક શખ્સ પોલીસના સકંજામાંથી ફરાર છે.

હાલ તો આ ફરિયાદી વ્યક્તિની હિંમતને દાદ આપવાની જરૂર છે, કારણ કે તેણે ફરિયાદ નોંધાવી. અગાઉ 15 લોકો આ ગેંગના સકંજામાં આવી ચૂક્યા હતા અને ફરિયાદ નહોંતી નોંધાવી. અત્યાર સુધી આરોપીઓને એવું લાગી રહ્યું હતું કે સમલૈંગિકતાની શરમ હેઠળ અને સમાજમાં આબરુ જવાની બીકે કોઈ ફરિયાદ નહીં નોંધાવે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments