Team Chabuk-International Desk: ઈરાનમાં એક વ્યક્તિએ આડાસંબંધોની શંકામાં પોતાની પત્નીની નિર્દયતા પૂર્વક હત્યા કરી નાખી અને બાદમાં તેનું કપાયેલું માથું હાથમાં લઈ હસતા ચહેરે રસ્તા પર ઘુમતો રહ્યો હતો. જે પણ લોકોએ આ દૃશ્ય જોયું તેમના શ્વાસ થંભી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. પોલીસે આરોપી સહિત બે લોકોની ધરપકડ કરી છે. મૃતક મહિલાનું નામ મોના હૈદરી છે.
મૃતક 17 વર્ષની
ઈરાનની સમાચાર એજન્સી IRNAના જણાવ્યા અનુસાર, પોલીસને શંકા છે કે 17 વર્ષની મોના હૈદરીને તેના પતિ અને જેઠે ઈરાનના દક્ષિણ પશ્ચિમ શહેર અહવાજમાં મારી નાખી છે. સોમવારે આ ઘટના સંદર્ભે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે આ કાર્યવાહી તેમના છુપાવાના ઠેકાણાની ખબર મળ્યા બાદ કરી હતી. વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક શખ્સ હાથમાં મહિલાનું કપાયેલું માથું લઈ, રસ્તા પર હસતા ચહેરે ઘુમી રહ્યો છે. તેના બીજા હાથમાં ચાકુ છે. જેનાથી મહિલાનું ગળું ધડથી અલગ કરી નાખ્યું છે.
જાગૃતતા વધારવી
આ ઘટનાને લઈ સમગ્ર ઈરાનમાં ભૂકંપ જેવી સ્થિતિ ઉદ્દભવી છે. એક બાજુ આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વિવાહની ઉંમરમાં વધારો કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. હાલ ઈરાનમાં લગ્નની વય 13 વર્ષની છે. મહિલાઓના કેસ સંબંધિત ઉપાધ્યક્ષ ઈન્સિયાહ ખજાલીએ કહ્યું કે અધિકારીઓએ આ પ્રકારના કેસ ન વધે આ માટે જાગૃતતા વધારવી જોઈએ. ઈરાનના નાગરિકો આ વારદાતને લઈ ક્રોધમાં છે. તેઓ સામાજિક અને કાયદાકીય સુધારાઓની માગ કરી રહ્યા છે.
મોના શિકાર બની
ઈરાનમાં સુધારાવાદી પત્રિકા ડેલી સાજન્દગીએ લખ્યું છે કે, એક માણસને કાપી નાખવામાં આવ્યો. તેના માથાને રસ્તામાં દેખાડવામાં આવ્યું અને હત્યારાને પોતાની કરતૂત પર શરમ પણ ન આવી. આપણે આવી ટ્રેજડીનો કેવી રીતે સ્વીકાર કરી લઈએ. કોઈ સ્ત્રીની આ પ્રકારની હત્યા બીજી વખત ન થવી જોઈએ. આ રીતે જ ઈરાનની જાણીતી ફિલ્મ નિર્માતા તાહમિનેહ મિલાનીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ‘મોના ગંભીર સમસ્યાને અવગણવાનો શિકાર બની. આપણે સૌ આ અપરાધ માટે જવાબદાર છીએ.’
લગ્નની વય છે મુખ્ય કારણ?
મોના હૈદરીની હત્યા બાદ સુધારાવાદી વકીલોને આવનારા ફોન કોલ્સની સંખ્યામાં પણ વધારો થઈ ગયો છે. ઈરાનમાં ઘર કંકાસથી ચિંતિત મહિલાઓ અવાજ ઉઠાવી રહી છે. હૈદરીની હત્યા બાદ ઈરાનમાં છોકરીઓની વેવિશાળની ઉંમર વધારવા માટેનો કાયદો પસાર કરવાની માગ કરવામાં આવી રહી છે. હાલ વય 13 વર્ષની રાખવામાં આવી છે. ઈરાનના મીડિયાના જણાવ્યા અનુસાર, મોના હૈદરીના માત્ર 12 વર્ષની વયે લગ્ન કરી દેવામાં આવ્યા હતા. જ્યારે તેની હત્યા થઈ ત્યારે તેનો ત્રણ વર્ષનો પુત્ર પણ છે. આ વચ્ચે અધિકારીઓએ વાઈરલ વીડિયોને પોસ્ટ કરનારી ન્યૂઝ વેબસાઈટ ‘રોકના’ને એ કહી બંધ કરી દીધી છે કે એ વ્યક્તિનો વીડિયો માનસિક રીતે વિચલિત કરી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
