Homeગુર્જર નગરીઅમદાવાદ: જમીન પર પડેલી દસ-દસની ત્રણ નોટ લેવાના ચક્કરમાં યુવતીએ મોબાઈલ ફોન,...

અમદાવાદ: જમીન પર પડેલી દસ-દસની ત્રણ નોટ લેવાના ચક્કરમાં યુવતીએ મોબાઈલ ફોન, પૈસા, સહિતના ડોક્યુમેન્ટ્સ ગુમાવ્યા

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ગઠીયાઓનાં છમકલાના સમાચારો અવાર નવાર આવ્યા કરે છે. અમદાવાદના માનવ મહેરાણથી ઉમટી પડતા પ્રહલાદ નગર વિસ્તારમાં પણ એક યુવતીને ગઠિયાના તેજસ્વી મગજનો પરચો મળ્યો હતો. ગઠિયાએ યુવતીને એવી રીતે બાટલીમાં ઉતારી દીધી કે જમણા હાથે ખેલ માંડ્યો અને ડાબા હાથને ખબર સુદ્ધાં પડી નહીં.

ADV

મહિલા કારમાં સવાર થઈ રહી હતી ત્યારે તે આવ્યો અને કહ્યું કે, તમારા પૈસા બહાર પડી ગયા છે. મહિલા કારનો દરવાજો ખોલી, નીચેથી પૈસા લઈ પાછું ફરે એટલામાં તો તાકમાં બેઠેલો ગઠિયો મોબાઈલ ફોન, પૈસા અને મહત્ત્વના ડોક્યુમેન્ટ ભરેલું પર્સ ચોરી સનનન થઈ ગયો. અંતે મહિલાએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે.

ADV

આ સમગ્ર ઘટના 28 વર્ષીય યુવતી તન્વી સાથે બની છે. તન્વી પ્રહલાદનગર ગાર્ડન કોર્પોરેટ રોડ સૂયોગ બંગ્લોઝમાં રહે છે. 20 તારીખના રોજ તેણી મેડિકલમાંથી દવા લઈ પરત ફરી રહી હતી. કારમાં બેસી અને એક વ્યક્તિએ આવીને કહ્યું, ‘મેડમ તમારા પૈસા પડી ગયા છે.’ તન્વીએ જ્યારે કારની બહાર આવી જોયું તો દસ દસની ત્રણ નોટ હતી. યુવતી એ ત્રણે નોટ ઉઠાવી અને અંદર બેસવા ગઈ તો હાથફેરો થઈ ગયો હતો.

advertisement-1

મહિલાએ કારમાં રાખેલ પર્સ ગાયબ હતો. આ પર્સમાં મોબાઈલ ફોન, પૈસા, ડ્રાઈવિંગ લાઈસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ તેમજ ડેબિટ-ક્રેડિટ કાર્ડ સહિત મહત્વના અનેક ડોક્યુમેન્ટ હતા. મહિલાએ આખરે આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ઈસમને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments